GSTV

અનંતયાત્રાએ કેશુબાપા : રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર, આ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલિન થયો છે..ગાંધીનગર ખાતેના સ્મશાન ગૃહમાં રાજકીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર તેમને અંતિમ વિદાય આપવામાં આવી. આ સમયે સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ,ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. સ્મશાન ગૃહમાં કેશુભાઈ પટેલને ગાર્ડઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.

કાર્ડિયાક અરેસ્ટને કારણે કેશુભાઇનું નિધન

ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ અને ભાજપને સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં જેમણે પાયાની ભૂમિકા ભજવી એવા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું છે. કેશુભાઇ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયાક અરેસ્ટને કારણે કેશુભાઇનું નિધન થયું. કેશુભાઇ પટેલના પ્રયાસોથી જ વર્ષ 1995માં ભાજપે ગુજરાતમાં પ્રથમ વખત સત્તા મેળવી. કેશુભાઇ પટેલ બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. આ ઉપરાંત તેઓ 6 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો એક ટર્મ નગરપાલિકાના સભ્ય, બે વખત કેબિનેટ પ્રધાન તેમજ 1-1 ટર્મ માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારના લોકો માટે કેશુભાઇએ અનેકવિધ યોજનાઓ શરૂ કરી.

વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી

રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપ સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદા પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ ઉમેર્યુ હતુ કે કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે.

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ એક પછી એક એમ અનેક ટ્વીટ કરી કેશુભાઇને શ્રદ્ધાંજલિ પાઠવી. પીએમે જણાવ્યું કે આપણા સૌના આદરણીય કેશુભાઇ પટેલનું નિધન થયું છે. કેશુભાઇના નિધનથી હું બહુ દુઃખી અને ઉદાસ છું. તેઓ અદ્વિતિય નેતા હતા કે જેમણે સમાજના દરેક વર્ગોની ચિંતા કરી. તેમણે ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી.

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધન પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે દુઃખ વ્યક્ત કર્યું. તેઓએ ગાંધીનગર ખાતે કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સી.આર. પાટીલે કેશુભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે, તેઓ હર હંમેશ ખેડૂતો, ગરીબો અને નાગરિકોના પ્રશ્ને સંઘર્ષ કરતા રહ્યા. કેશુ બાપાએ આજીવન પ્રજાના અધિકાર માટે સંઘર્ષ કર્યો છે. ગુજરાતમાં ભાજપને છોડમાંથી વટવૃક્ષ બનાવવા માટે તેઓએ મહત્વની ભૂમિકા ભજવી અને ભાજપ તેમની કેડીએ ચાલીને જ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે તેમ કહી સી.આર. પાટીલે કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી.

READ ALSO

Related posts

બારડોલીમાં લીવ ઈનમાં રહેતા યુવકે શંકા જતા પ્રેમીકાની કરી હત્યા, યુવતી બીજી વખત ગર્ભવતી બનતા…

Nilesh Jethva

જેલમાં બંધ આસારામે જામીન માટે કોર્ટમાં કરી આજીજી, કહ્યું-80 વર્ષનો વૃદ્ધ છુ, અરજી સ્વિકાર કરો

Pravin Makwana

અમદાવાદમાં કોરોનાએ કહેર વર્તાવ્યો, પશ્ચિમ વિસ્તારના આ કોમ્પલેક્ષમાં 40 કેસ સામે આવતા ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!