GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

15 નવેમ્બરથી ફરી ધમધમતુ થશે કેશોદ એરપોર્ટ

કેશોદ એરપોર્ટ 15 નવેમ્બરથી ફરી ધમધમતુ થશે. ટ્રુ જેટ કંપની દ્વારા 72 સીટવાળું વિમાન કેશાદ અમદાવાદ આવન જાવન કરશે. ભારત સરકારના ઉડાન અંતર્ગત નાનામાં નાનો માણસ મુસાફરી કરી શકે તે માટે મહત્તમ ભાડું રૂ. 2500 રહેશે. 2004માં એવીએશનની લાયસન્સ પોલીસી અમલમાં આવી જેને તમામ એરપોર્ટ પર લાગુ કરી દેવાઇ હતી. જેમાં ભૌતિક સુવિધા અને કડક સિક્યુરીટીનો સમાવેશ કરાયો હતો. જેને લઇને એરપોર્ટનું લાયસન્સ હોવું ફરજીયાત છે.

2017માં જ્યારે દુનિયા સસ્તા દરની વિમાની સેવાનો લાભ લઇ રહી છે. ત્યારે કેશોદના લોકોને છતે એરપોર્ટે લાભ કેમ નહી. આમ સફાળી જાગૃતિને સામાજીક ધાર્મિક અને વેપારીઓની સંસ્થાઓનો ટેકો મળ્યો હતો. કેશોદ એરપોર્ટ ઓથોરીટીએ 2017માં નવા ડાયરેક્ટર એસ.કે.શરનની નિમણુંક કરી હતી. અને સરકારી ધારાધોરણ પુરા કરી 1 વર્ષમાં તમામ ખુટતા કામ પુરા કર્યા હતા. અને હવે એક અઠવાડિયામાં લાયસન્સ મળશે.તે પહેલા ટ્રુ જેટ દ્વારા 15મી નવેમ્બરના રોજ રેગ્યુલર ફલાઇટ ચાલુ કરી દેવાશે. જેનો સમય બપોરના 01.20 કલાકે આગમન અને 01.45 ઉપડશે.

કેશોદનું નવાબી કાળનું જુંનું એરપોર્ટ ચાલું થતાં હવે ગીર અભારણ્ય સફારીપાર્ક, ધીરૂભાઇ અંબાણીનું જન્મ સ્થળ, જુનાગઢ નરસિંહ મહેતાના જુનાગઢના ફરવા લાયક સ્થળ, સોમનાથ મહાદેવ, ભગવાન નિલકંઠ વર્ણી લોએજ માટે લાંબી મુસાફરી કરતાં પર્યટકોને લાભ મળશે. અને પર્યટકોની સંખ્યા વધતા સરકારને આવક વધશે.

Related posts

પોલીસની હત્યા પહેલા દુબેએ પત્નીને કરી હતી બધી વાત, પોલીસ-દુબેની સાંઠગાંઠનો પત્ર લીક

pratik shah

ઈસનપુર વિસ્તારની એક સોસાયટીમાં એક જ પરિવારનાં સાત સભ્યોનો રિપોર્ટ પોઝિટીવ, આસપાસના લોકોમાં ફેલાયો ફફડાટ

pratik shah

મેઘરાજાની રફતાર ધીમી પડી: સુરતમાં 1 ઇંચ, આ તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!