GSTV
Junagadh ગુજરાત

કેશોદઃ ખેડૂતો સાથે 97 લાખની છેતરપિંડી, વિદેશ ભાગી રહેલો આરોપી એરપોર્ટથી ઝડપાયો

કહેવાય છેકે આરોપી ગમે તેટલો શાતિર કેમ ન હોય, પરંતુ તે એકને એક દિવસે પોલીસના સકંજામાં આવીજ જતો હોય છે. અને એક કેસમાં પણ આવુંજ કંઈક બન્યું.

કેશોદમાં ખેડૂતો સાથે પિતા-પુત્રએ કરેલી 97 લાખની છેતરપિંડીના કેસમાં દુબઈ પરત જઈ રહેલા આરોપીના પુત્રને મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે, કેશોદ પોલીસ દ્વારા મુંબઈથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, કેશોદમાં આ પિતા-પુત્ર દ્વારા 3 વર્ષ અગાઉ ખેડૂતો પાસેથી જણસ ખરીદી 97 લાખની છેતરપિંડી કરીને વિદેશ રફુચક્કર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીના આધારે પોલીસે ગીરીશ કલ્યાણજીભાઈ ગોટેચા અને હિરેન ગીરીશ ગોટેચા વિરૂદ્ધ 97 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.

ત્યારે હવે કેશોદ પોલીસે આ મામલે કાર્યવાહીના ભાગરૂપે વિદેશ ભાગી રહેલા પુત્રને મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી પુત્રના આરોપી પિતા હાલ પરિવાર સાથે દુબઈમાં હોવાની વિગતો સામે આવી છે.

READ ALSO

Related posts

સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ

Pankaj Ramani

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan

અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની ગોળી મારી હત્યા, હત્યારાએ હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા

Hardik Hingu
GSTV