GSTV
Home » News » અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ ભલે હિટ, પણ આ ચાર બાબતોમાં મામુ રમાડી ગયા

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ ભલે હિટ, પણ આ ચાર બાબતોમાં મામુ રમાડી ગયા

બોલિવુડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ કેસરી બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે પહેલા જ દિવસે 21 કરોડ રૂપિયાની કમાણીની સાથે ખાતુ ખાલ્યું અને હજુ પણ બોક્સ ઓફિસ પર શારૂ પ્રદર્શન કરી રહી છે. જ્યાં સુધી ફિલ્મની સત્ય ઘટના પર આધારિત હોવાની વાત છે તો જાણકારોનું કહેવું છે કે 21 શિખ જવાનોની 10 હજાર હુમલાખોરો સાથેના યુદ્ધની કહાણીને ધણી હદ સુધી ફિલ્મી અથવા તો કાલ્પનિક દર્શાવી દેવામાં આવ્યું છે. બ્રિટિશ ઈન્ડિયા આર્મીની 36 શિખ રેજીમેન્ટના 10 જવાનોની 6-7 કલાક ચાલેલા આ યુદ્ધની કહાણીમાં ધણા લુપહોલ્સ છે.

એકલા ન હતા ગયા ઈસહાર સિંહ

સારાગઢી પર ખૂબ રિસર્ચ કરી ચુકેલા કેપ્ટન જય સિંહ સોહલનું કહેવું છે કે હવલદાર ઈસહાર સિંહને ક્યારેય એ જગ્યા પર એકલા મોકલવામાં આવ્યા ન હતા જેવું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ કેસરીમાં અક્ષય કુમારે હવલદાર ઈસહાર સિંહની ભુમિકા નિભાવી છે. સોહેલે જણાવ્યું કે, ‘આખે આખી 36 સિખ રેજીમેન્ટને 1895માં ઉત્તર પશ્ચિમી ફ્રન્ટ પર જવાનો આદેશ મળ્યો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે તે ડિસેમ્બર 1896 સુધી ત્યાંજ પેશાવરમાં રોકાય. ઈસહાર સિંહ પોતાની આખી ટીમ સાથે ત્યાં ગયા હતા. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે તેમ તે ફરતા ફરતા ત્યાં ન હતા પહોંચ્યા. ’

પાઘડીનો રંગ કેસરી ન હતો

જાણકારોની વાત માનવામાં આવે તો અક્ષય કુમારે જે કેસરી રંગની પાઘડી ફિલ્મમાં પહેરી છે. તેનો રંગ કેસરી ન હતો. સોહલે જણાવ્યું કે પાઘડી પણ બાકીના પોશાકની જેમ ખાખી રંગની હતી. આટલું જ નહીં તેમણે જણાવ્યું કે ત્યાં કેસરી રંગની પાઘડી પહેરવાની કોઈ વાત જ ન આવે કારણ કે કેસરી તો ખાલસાનો રંગ છે.

ડાયલોગ અને વાતચીત પણ બનાવટી

જાણકારો અનુસાર સારાગઢી પોસ્ટ પર જંગથી પહેલા ઇલાકામાં વસતા લોકો માટે મસ્જીદ બનાવવી અને જંગની વચ્ચે હુમલાખોરો સાથે વાતચીત કરવી એ માત્ર કપોળ કલ્પીત છે. સોહલે જણાવ્યુ કે જવાનો પાસે એટલો સમય જ નહોતો કે તેઓ જઈને મસ્જીદ બનાવે, તેમના માથે બીજી ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ હતી જે તેમણે પુરી કરવાની હતી.

પઠાણો સાથે વાતચીતની ન હતી પરવાનગી

ફિલ્મની કહાનીમાં જેવુ દર્શાવવામાં આવ્યુ છે કે અક્ષય કુમાર અને બાકી જવાન વારંવાર પઠાણો સાથે વાતચીત કરતાં હતા, વિશેષજ્ઞોની માનીએ તો જવાનોને પઠાણો સાથે વાતચીત કરવાની મંજૂરી ન હતી. તેમને જે નિર્દેશ આપવામાં આવતા તે ખુબજ સ્ટ્રિક્ટ હતા અને તેમને એ તમામ આદેશોનું ચુસ્તતા સાથે પાલન કરવું પડતું હતું.

Read Also

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah

ગેમ ઓફ થ્રોંસ 8: બોલ્ડ સીન્સ ઉપર વિવાદ થયો તો એક્ટ્રેસે આપ્યો આ જવાબ

Nilesh Jethva