GSTV

કેસર કેરીનો સ્વાદ/ ઇટલી વાસીઓને કેરીનો સ્વાદ એવો દાઢે વળગ્યો કે 15 હજાર કિલો કેરીનું બીજું કન્ટેનર થયું રવાના

Last Updated on June 2, 2021 by pratik shah

ગીરની પ્રખ્યાત કેસર કેરીએ ઈટલી વાસીઓનું દિલ પણ જીતી લીધું છે. તાલાલાની કેસર કેરીનું બીજુ કન્ટેનર જહાજ મારફતે તાલાળાથી ઇટાલી જવા રવાના થયું હતુ.આ વર્ષે પહેલી વખત ઇટલીમા 15 હજાર કિલો કેસર કેરીનું કન્ટેનર મોકલ્યા બાદ ઇટલી વાસીઓને કેસરનો સ્વાદ દાઢે વળગ્યો છે.

તાલાલા ની કેસર કેરી નું બીજુ કન્ટેનર જહાજ મારફતે તાલાળા ગીરથી થયું રવાના

ગીરની પ્રખ્યાત કેસર કેરીએ ઈટલી વાસીઓનું જીત્યું દિલ.  તાલાલા ની કેસર કેરી નું બીજુ કન્ટેનર જહાજ મારફતે તાલાળા ગીરથી થયું રવાના અને ઇટાલી પહોચશે. ગીર ની કેસર કેરી દેશભરમાં લોકપ્રિય બન્યા બાદ હવે વિદેશો મા પણ કેસર કેરી ની માંગ વધી રહી છે. જોકે પહેલા પણ અનેક દેશોમાં કેસરની માંગ હતી પરંતુ આ વર્ષે પહેલી વખત ઇટલીમાં 15 હજાર કિલો કેસર કેરી નું કન્ટેનર મોકલ્યા બાદ ઇટલી વાસીઓ ને કેસરનો સ્વાદ દાઢે વળગ્યો છે. અને વધુ કેસરના કન્ટેનર ની માંગ થતા હવે 10 દિવસ માં હવે બીજું કન્ટેનર રવાના કરવામાં આવી રહ્યું છે.

ખેતરમાંથી કેસરને લાવ્યા બાદ તેને અનેક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે

જોકે ગીરની પ્રખ્યાત કેસર કેરી ને વિદેશ માં એક્સપોર્ટ કરવી સરળ નથી. તેને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. ગીરની કેસરને એક્સપોર્ટ કરનાર એક્સપોટરનું કહેવું છે કે ખેડૂતોનાં ખેતર માંથી કેસરને લાવ્યા બાદ તેને અનેક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પહેલા તો કેરીને તાલાલા મેંગો માર્કેટ ના મેંગો પેક હાઉસ મા લાવવામાં આવે છે. જ્યાં પ્રથમ કેસરનો વજન કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પાણીમાં ધોવામાં આવે છે.

પાણીમાં ધોયા બાદ ઓટોમેટિક મશીન દ્વારા તેની સાઈઝ મુજબ અલગ અલગ કોલેટી અલગ કરવામાં આવે છે

પાણીમાં ધોયા બાદ ઓટોમેટિક મશીન દ્વારા તેની સાઈઝ મુજબ અલગ અલગ કોલેટી અલગ કરવામાં આવે છે. એટલે કે જે કેરી ને ઇટલી મોકલવાની છે તે કેરી 200 ગ્રામ થી 350 ગ્રામ સુધી ની હોઈ છે. 200 ગ્રામ થી વધુ વજન ધરાવતી કેરી ને અલગ કરાયા બાદ તેને બોકસ મા ભરવામાં આવે છે. ત્યાર બાદ તેને કોલ્ડસ્ટોરેજમાં કુલિંગ માં નોર્મલી ઠંડી કરવામાં આવે છે. ત્યારબાદ તેને 10 ડીગ્રી ટેમ્પરેચર માં ઠંડી કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય પ્રોસીસ કરી તેને પેકિંગ કરવામાં આવે છે.

જોકે આ તો વિદેશ જવા માટે કેરીની પરીક્ષા ની વાત થઈ પરંતુ ચાલુ વર્ષે ઈટલી થી એનઆરઆઈ કેરી નો ડિલિવરી લેવા ગીર પહોંચ્યા છે. જેમનું  કહેવું છે કે અહીં ની કેરી ની કિંમત ઇટલી મા ખૂબ વધારે મળે છે. ગુજરાત થી કેરી ઇટલી બાઈ શિપ પહોંચાડશે. ઇટલી માં કેરી ની ભારે માંગ છે અંદાજે 500 ટન કેરી ની ખપત થાય તેમ છે. કેરી ને ગીર થી ઇટલી શિપ (જહાજ) દ્વારા પહોંચાડવામાં લગભગ 20 થી 27 દિવસ સમય લાગે છે. અને કેસર ને 10 ડીગ્રી ઠંડા તાપમાન મા એટલા દિવસ રાખવામાં આવે છે. જેથી કેરી જેવી અહીંયા ત્યાર કરવામાં આવે તેવી  જ કેરી ત્યાં પહોંચે ત્યાં સુધી ક્વોલોટી જળવાય રહે છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!