GSTV
Home » News » મોસમનો મિજાજ બગડતા કેરીનો પાક બગડ્યો, સરકાર હવે સરવે કરાવશે

મોસમનો મિજાજ બગડતા કેરીનો પાક બગડ્યો, સરકાર હવે સરવે કરાવશે

કેસર કેરી ખાવાના શોખીનો માટે સારા સમાચાર નથી. કારણ કે આ વર્ષે કેસર કેરીના પાકમાં 50 ટકા ઘટાડો હોવાની સંભાવના છે.  કેરીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે પણ મોસમનો મિજાજ બગડતા કેરીનો પાક બગડ્યો છે. તેનાથી ચિંતિત રાજ્ય સરકારે સરવે હાથ ધરવાનું નક્કી કર્યુ છે.

થોડા સમય પહેલા રાજ્યમાં હવામાનમાં આવેલા પલટાના કારણે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના કેસર કેરીના પાકમાં નુકસાન થયું છે. ગરમી પણ સતત વધતી હોવાના કારણે કેસર કેરીના અડધો અડધ પાકને નુકસાન થયું છે.  આ વર્ષે જૂનાગઢમાં ૮,૫૦૦થી વધુ હેક્ટરમાં અને ગીર-સોમનાથમાં ૧૫,૫૦૦ હેક્ટરમાં પથરાયેલા આંબાઓમાં કેસર કેરીનું વાવેતર થયું છે પરંતુ શરૂઆતથી જ હવામાને દગો દીધો છે. આંબામાં મ્હોર આવવાના સમય એટલે કે ઓક્ટોબરમાં આ વિસ્તારમાં વરસાદ પડતાં નવા પાકને યોગ્ય જતન નહોતું મળી શક્યું.

દર વર્ષની સરેરાશ કરતા ૫૦ ટકા પાક ઓછો મળશે

ડિસેમ્બર મહિનામાં આંબા પર ફળ ઉગવાની શરૂઆત થાય છે. તે સમયે ડિસેમ્બર મહિનામાં ઓખી વાવાઝોડાના કારણે ત્રણથી ચાર દિવસ સુધી વાદળછાયું હવામાન રહ્યું હતું. તે સમયે જરૂરી સૂર્યપ્રકાશ ન મળ્યો છે તો  ૧૭ જાન્યુઆરીની આસપાસ રાજ્યના કેટલાંક શહેરોનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીને પાર પહોંચ્યુ હતું. જેના કારણે ઘણાં બાગોમાં કેરીઓ ખરી પડી હતી. પાકને થયેલા આ નુકસાનના કારણે રાજ્યના બાગાયતી વિભાગના અધિકારીઓ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલાંક સંશોધકોએ મળી જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં પંદર દિવસ માટે હાથ ધરાયેલા સર્વેમાં તારણ મળ્યું છે કે આ વર્ષે દર વર્ષની સરેરાશ કરતા ૫૦ ટકા પાક ઓછો મળશે.

ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમે

પાછલા ત્રણ વર્ષમાં કેરીના ઉત્પાદનની વાત કરીએ તો 2015માં ૧૨,૧૯,૭૧૦ ટન, 2016માં ૧૨,૪૧,૦૦૦ ટન જ્યારે 2017માં ૧૨,૪૧,૫૯૦ ટન કેરીનું ઉત્પાદન થયું હતું. દક્ષિણ ગુજરાતમાં ઉગાડવામાં આવતી હાફૂસ સિવાયનો મોટો હિસ્સો કેસર કેરીનો છે. સરકાર હાલ સર્વે તો કરી રહી છે પણ સર્વેના આધારે શું નિર્ણય લેવામાં આવે છે તેની રાહ ખેડૂતોને છે. કારણ કે કેરીના પાકને સરકારી વીમાની યોજનાનો લાભ નથી મળતો. તેમજ કેરીના ભાવ પડી ભાંગે તો તેમાં ટેકાના ભાવ પણ નથી મળતા. કેરીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમે છે. ગુજરાત પહેલાં ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગણા અને બિહારનો ક્રમ આવે છે. કેસર કેરની આયાત મુખ્યત્વે યુનાઈટેડ આરબ અમિરાત અને યુનાઈટેડ કિંગ્ડમમાં થાય છે. આ બન્ને દેશો બાદ મોટાભાગની આયાત સાઉદી અરેબિયા, કુવૈત, યુ.એસ.એ., નેપાળ, બેહરીન, સિંગાપોર અને ઓમાનમાં થાય છે.

ડિસેમ્બર મહિનામાં આંબા પર ફળ ઉગવાની શરૂઆત

આ વર્ષે જૂનાગઢમાં ૮૫૦૦થી વધુ હેક્ટરમાં અને ગીર-સોમનાથમાં ૧૫,૫૦૦ હેક્ટરમાં પથરાયેલા આંબાઓમાં કેસર કેરીનું વાવેતર થયું છે. પરંતુ શરૂઆતથી જ હવામાને દગો દીધો છે. આંબામાં મ્હોર આવવાના સમય એટલે કે ઓક્ટોબરમાં આ વિસ્તારમાં વરસાદ પડતાં નવા પાકને યોગ્ય જતન નહોતું મળી શક્યું. ડિસેમ્બર મહિનામાં આંબા પર ફળ ઉગવાની શરૂઆત થાય છે. તે સમયે ડિસેમ્બર મહિનામાં ઓખી વાવાઝોડાના કારણે ત્રણથી ચાર દિવસ સુધી વાદળછાયું હવામાન રહ્યું હતું. તે સમયે જરૂરી સૂર્યપ્રકાશ ન મળ્યો.. તો  ૧૭ જાન્યુઆરીની આસપાસ રાજ્યના કેટલાંક શહેરોનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીને પાર પહોંચ્યુ હતું. જેના કારણે ઘણાં બાગોમાં કેરીઓ ખરી પડી હતી. પાછલા ત્રણ વર્ષમાં કેરીના ઉત્પાદનની વાત કરીએ તો 2015માં ૧૨,૧૯,૭૧૦ ટન, 2016માં ૧૨,૪૧,૦૦૦ ટન જ્યારે 2017માં ૧૨,૪૧,૫૯૦ ટન કેરીનું ઉત્પાદન થયું હતું.

Related posts

ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જોવા મળતી પક્ષીઓની આ પ્રજાતી લુપ્ત થવાના આરે

Nilesh Jethva

અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ

Nilesh Jethva

મોદી સરકાર માટે ‘અચ્છે દિન’, 6 મહિના બાદ GDPમાં થયો સુધારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!