શનિવારે ભારે વરસાદ બાદ દક્ષિણ અને મધ્ય કેરળમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે. કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલનમાં 22 લોકો ગુમ થવાની આશંકા છે. જે બાદ રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે સશસ્ત્ર દળોની મદદ લેવી પડી હતી. ભારે વરસાદને પગલે કેરળના દક્ષિણ અને મધ્ય ભાગોમાં 11 NDRF, બે આર્મી અને બે ડિફેન્સ સર્વિસ કોર્પ્સ સહિત કેન્દ્રીય દળોની ટીમો તૈનાત કરવામાં આવી છે.