કેરલમાં એક અલોખો કિસ્સો બન્યો છે. 46 વર્ષનો એક લોટરી વિક્રેતા રાતોરાત કરોડપતિ બની ગયો. હકીકતમાં, શરાફુદીન એ નામનો વ્યક્તિની કેટલાક લોટરીની ટીકીટ વેંચવાની રહી ગઈ હતી, જેને તેને પોતાની પાસે રાખી હતી. તેમાંથી એક ટીકીટે તેને કેરલ સરકારની ક્રિસમસ ન્યૂયર બંપર લોટરી પુરસ્કારમાં 12 કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું. જેનાથી રાતોરાત તેની કિસ્મત બદલાઈ ગઈ.

ખાડી દેશમાંથી આવેલો શરાફુદ્દીન અહિં એક નાના ઘરમાં 6 લોકોના પરીવાર સાથે રહે છે. તેના પહેલા રીયાદમાં તેણે ઘણાં નાના-મોટા કામ કર્યા છે. ત્યારબાદ નવ વર્ષ સુઘી વિદેશમાં રહ્યા બાદ વર્ષ 2013માં પોતાના દેશમાં પરત આવ્યા હતા. ત્યારથી જ લોટરી વેચવા અને ખરીદવાનું કામ કરવા લાગ્યો હતો. લોટરી જીતવા પર શરાફુદ્દીને એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તે એક ઘર બનાવવા માંગે છે. પરંતુ પહેલા આ લોટરીની જીતેલી રકમથી હું બધા દેણાંઓ ચટૂકવીશ અને નાનકડો વ્યાપાર શરુ કરીશ. તેના પરીવારમાં માં, બે ભાઈ, પત્ની અને એક પુત્ર છે, જે 10માં ધોરણમાં છે.
લોટરી વિજેતાને 30 ટકા ટેકસ અને 10 ટકા એજન્ટ કમીશન કાપ્યા બાદ બચેલી રકમ ઈનામ સ્વરૂપે આપવામાં આવશે. એટલે કે તેને લગભગ 7.50 કરોડ રૂપિયા મળશે. કેરલ સરકારે ક્રિસમસ ન્યૂયર બંપર લોટરી કોડ BR-77 ના પરીણામ 17 જાન્યુઆરી 2021એ ઘોષિત કરાયો હતો. પહેલુ ઈનામ 12 કરોડ , બીજુ, ત્રીજુ, ચોથુ અને પાંચમુ ઈનામ ક્રમશ: 50 લાખ રૂપિયા, 10 લાખ, 5 લાખ અને 1 લાખ રૂપિયાનું હતું.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર