GSTV
Home » News » સ્તન કરનો વિરોધ કરવા માટે પોતાના સ્તન કાપી નાખ્યા હતા આ મહિલાએ

સ્તન કરનો વિરોધ કરવા માટે પોતાના સ્તન કાપી નાખ્યા હતા આ મહિલાએ

મુંબઈમાં આજે મહિલાઓ માટે સ્વાભિમાનની લડાઈ લડનાર કેરલની એ મહિલાને યાદકરી જેણે સ્તનને ઢાંકવાના વિરોધમાં પોતાનો જીવ આપી દિધો હતો. આ મહિલાએ કેરલમાં ઘણા વર્ષ પહેલા લગાવવામાં આવતો સ્તન કરના વિરૂદ્ધમાં પોતાનો અવાજ ઉઠાવતા જીવ આપી દિધો હતો. તે મહિલાને નાંગોલીના નામે ઓળખવામાં આવે છે.

એક સમયે કેરલમાં સાર્વજનિક જગ્યાએ પોતાના સ્તનને ઢાંકીને રાખવા ઈચ્છતી મહિલાઓ પાસેથી સ્તન કર લેવામાં આવતો હતો. ત્યારે લોકોએ એવા કાયદાઓ બનાવ્યા હતા જે અમાનવીય હતા પરંતુ તેમને વિરોધ કરવા વાળુ કોઈ ન હતુ. એવામાં નાંગોલીએ પોતાનુ બલીદાન આપ્યું અને મહિલાઓના સમ્માન માટે આગળ આવી હતી. કેરલમાં એ સમય એવો હતો કે જ્યારે ગરીબ મહિલાઓએ પોતાના સ્તન ઢાંકવા માટે કર આપવો પડતો હતો. નાંગોલીઓ નક્કિ કર્યુ કે તે રાજાને આ કર નહીં ચુંકવે.

નાંગેલીનો અર્થ સ્થાનીય ભાષામાં થાય છે કે સુંદર. લગભગ 30ની આસપાસની ઉમરની નાંગેલી નીચા વર્ગમાંથી આવતી હતી. જ્યારે સ્થાનિય કર અધિકારી કર વસુલવા વારે વારે આવતા તો તેણે તેને શાંતીથી બેસવા કહ્યું. પછી તેણે કેળાના પાન નીચે મુક્યા, પ્રાર્થના કરી અને પછી બંને સ્તન કાપી નાખ્યાં.

નાંગોલીએ જ્યાં બલીદાન આપ્યું તે જગ્યાને મુલાચિપા રામ્બુ કહેવાય છે. મલયાલમમાં તેનો અર્થ મહિલાના સ્તનની ભુમિ કહેવાય છે. સ્થાનીય લોકો આ નામ લેવાથી ખચકાય છે. નાંગોલીના બલીદાન પછી આ કર હટાવી દીધો હતો.

કેરલના ચેરલથામાં દરેક લોકો નાંગોલીની સ્ટોરી જાણે છે. એ સમયે જેટલા મોટા સ્તન હોય તેટલો વધુ કર ચુકવવો પડતો હતો. નાંગેલીના આ બલીદાન પછી મહિલાઓ માટે લોકો અવાજ ઉઠાવતા થયા હતા.

READ ALSO

Related posts

લો હવે આ નવુ આયું, બનાસકાંઠામાં શૌચાલય બનાવ્યા નથીને લાભાર્થીના ખાતામાં પૈસા આવી ગયા

Nilesh Jethva

KIA SELTOSની પ્રી બુકિંગ આજથી થઈ શરૂ, 25 હજાર રૂપિયામાં કરો બુક

Path Shah

સુરતની હૃદયરોગથી પીડિત બાળકીને ગ્રીન કોરિડોર બનાવી અમદાવાદ પહોંચાડવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!