GSTV

પેલેસ્ટાઇનના રોકેટ હુમલામાં માર્યા ગયેલી કેરળની મહિલાની અંતિમ વિદાઈ, પાર્થિવ શરીર ભારત પહોંચ્યો

Last Updated on May 15, 2021 by Bansari

ઇઝરાયલમાં ગાજામાંથી પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓના રોકેટ હુમલામાં માર્યા ગયેલી ભારતીય મહિલા સૌમ્યા સંતોષના મૃતદેહને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો છે, જ્યાં કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન અને ઇઝરાયલના ઉપ રાજદૂત રોની યેદિદિયા ક્લેને તેમને શ્રદ્ધાંજલી આપી.

30 વર્ષીય સૌમ્યાના મૃતદેહને લઇ વિમાન બેન ગુરિયન એરપોર્ટથી શુક્રવારે સાંજે અંદાજે સાત કલાકે ભારત માટેની ઉડાન ભરી હતી. વિમાન શનિવારે સવારે નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું. વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને ટ્વીટ કરી જાણકારી આપી કે સૌમ્યાનો મૃતદેહ ઇઝરાયલથી નવી દિલ્હી થઇ કેરળ લઇ જવામાં આવી રહ્યો છે.

મુરલીધરને ટ્વિટર પર લખ્યું કે ગાજાથી દાગવામાં આવેલા રોકેટના હુમલામાં માર્યા ગયેલી શ્રીમતી સૌમ્યા સંતોષના પાર્થિવ શરીરને ઇઝરાયલથી નવી દિલ્હી થઇ કેરળ લઇ જવામાં આવી રહ્યો છે. સૌમ્યાના પાર્થિવ શરીરને કાલે જ તેમના પૈતૃક સ્થળે પહોંચાડવામાં આવશે. હું વ્યક્તિગત રીતે નવી દિલ્હી હાજર રહીશ. તેમની આત્માને શાંતિ મળે.

ઇઝરાયલમાં 11મી મેના રોજ પેલેસ્ટાઇન તરફથી કરવામાં આવેલા રોકેટ હુમલામાં સૌમ્યાનું મૃત્યુ નિપજ્યું હતું. કેરળના ઇદુક્કી જિલ્લાની રહેવાસી 30 વર્ષિય સૌમ્યા ઇઝરાયલમાં એક વૃદ્ધ મહિલાની સારસંભાળનું કામ કરતી હતી.

Read Also

Related posts

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

દુનિયાનો મોંઘો આઈસ્ક્રીમ/ આ બ્લેક ડાઈમન્ડ આઈસ્ક્રીમની એક સ્કૂપની કિંમતમાં ખરીદી શકો છો આઈફોન, કેવો છે તેનો ટેસ્ટ

Harshad Patel

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!