કેન્દ્ર સરકારે વેટ ઘટાડ્યા બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ પર 2.41 રૂપિયા અને ડીઝલ પર 1.36 રૂપિયા વેટ ઘટાડ્યો છે. એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના કેન્દ્રના નિર્ણય બાદ વેટ ઘટાડનાર કેરળપહેલું રાજ્ય બન્યું છે.

કેન્દ્રએ એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડો કર્યો છે. પરિણામે પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. બીજી તરફ એલપીજી ગેસની ઉંચી કિંમતોનો સામનો કરી રહેલી દેશની જનતાને કેન્દ્ર સરકારે રાહત આપી છે. નવા દરો આજ રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે. તાજેતરમાં પીએમ મોદીએ લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે રાજ્યોને એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સલાહ આપી હતી.
- કેરળ સરકારે પેટ્રોલ-ડીઝલ પર ઘટાડ્યો વેટ
- કેન્દ્રના નિર્ણય બાદ વેટ ઘટાડનાર પ્રથમ રાજ્ય
- પેટ્રોલમાં 2.41 રૂપિયા, ડીઝલમાં 1.36 રૂપિયા વેટ ઘટાડ્યો
આ ઉપરાંત નાણા મંત્રીએ રાંધણ ગેસમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવતા એલપીજી ધારકોને પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની સબસિડીનું એલાન કર્યું છે.. આ રાહત વર્ષમાં 12 એલપીજી સિલિન્ડર પર મળશે.. જેના કારણે દેશના 9 કરોડ ગ્રાહકોને તેનો ફાયદો થશેનાણાં મંત્રીએ જણાવ્યું હતું કે જ્યાં આપણી આયાત નિર્ભરતા વધારે છે ત્યા અમે પ્લાસ્ટિક પ્રોડક્ટ્ માટે રોમટેરિયલ તથા મીડિયેટર્સ પર એક્સાઈસ ડ્યુટી પણ ઓછી કરી રહ્યા છીએ. આ ઉપરાંત સ્ટીલના કેટલાક રોમટેરિયલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે..