GSTV
India News Trending

દેશમાં પ્રથમવાર / કેરળ ટુરિઝમે લોન્ચ કરી પ્રવાસીઓ માટે આ સુવિધા, જોઈને બોલી ઉઠશો વાહ!

કેરળ

હવે પ્રવાસની સિઝન શરૃ થશે એટલે એક વર્ગ અચૂકપણે કેરળ તરફ ઉપડશે. ગુજરાતી પ્રવાસીઓના પ્રિય સ્થળોમાં કેરળનો સમાવેશ થાય છે. વળી કેરળ ટુરિઝમ દ્વારા પ્રવાસીઓ માટે સતત નવી નવી સુવિધાઓ ઉમેરવામાં આવે છે. એમાં લેટેસ્ટ સુવિધા ચેટબોટની ઉમેરાઈ છે. ચેટબોટ એટલે એવો રોબોટ જે વેબસાઈટ કે એપ્લિકેશન પર આવનારા યુઝર્સના સવાલના જવાબ આપે. વિવિધ કંપનીઓ આવા ચેટબોટનો ઉપયોગ કરતી જ હોય છે. પરંતુ ભારતમાં કોઈ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ચેટબોટની સુવિધા શરૃ કરવામાં આવી હોય એવો પહેલો કિસ્સો કેરળના નામે નોંધાયો છે. કોઈ પણ વ્યક્તિ કેરળ ટુરિઝમના ચેટબોટ માટેના વોટ્સએપ નંબર 7510512345 પર Hi લખીને મોકલશે તો આ સુવિધાનો લાભ મળવો શરૃ થશે.

કેરળ

કેરળ ટુરિઝમે આ ચેટબોટનું નામ માયા રાખ્યું છે. માયા પ્રવાસીઓના વિવિધ સવાલોના જવાબો આપશે. જેથી ક્યાં ફરવાં જવું, ક્યાં શું જોવુ, કેટલા દિવસો ફાળવવા, ક્યાં કઈ સુવિધા ઉપલબ્ધ છે.. વગેરે મુંઝવણના પ્રવાસીઓ જવાબ મેળવી શકશે. આ ચેટબોટ હોવાથી સુવિધા અવિરત, ચોવીસેય કલાક ચાલુ રહશે. 23મી માર્ચે આ સુવિધાની શરૃઆત કરતા પ્રવાસન મંત્રી પીએ મોહમદે કહ્યું હતું કે માયા એ પ્રવાસઓની વર્ચ્યુઅલ (ઓનલાઈન) આસિસ્ટન્ટ તરીકેનું કામ કરશે.

પ્રવાસન એ જગતમાં સૌથી વધુ ઝડપે વિકસતા ઉદ્યોગો પૈકીનો એક છે. એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ઉદ્યોગને વધારે મોટું સ્વરૃપ આપી શકાય એમ છે. માટે કેરળે આ રીતે ટેકનોલોજીનો સહારો લેવાની શરૃઆત કરી છે.

પ્રવાસીઓના સવાલ ઉપરાંત માયા નામની આ સર્વિસ પ્રવાસીઓના રસ મુજબના સ્થળો દર્શાવશે, અચૂક મુલાકાત લેવા જેવા સ્થળોની યાદી આપશે, ઐતિહાસિક સ્થળો, ખાણી-પીણી, સાંસ્કૃતિક વૈવિધ્ય, મંદિરોના નિયમો, પરદેશી પ્રવાસીઓ માટે વિઝા માહિતી વગેરે આપશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દર્શકો માટે આનંદો/ હેરાફેરી 3માં લોકોની મનપસંદ એ જ ત્રિપુટી જોવા મળશે, બાબુભૈયાનો જોવા મળશે એ જ જૂનો અંદાજ

Hemal Vegda

બોલિવુડ/ સ્વરા ભાસ્કરે રણવીર શૌરીને ટ્વિટર પર કર્યું બ્લોક, અભિનેતાએ શેર કરી આ ફની મીમ

Binas Saiyed

પાખંડી પાકિસ્તાનની પોલ ખુલી: 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ મીર જીવિત, ગણાવ્યો હતો મૃત

Damini Patel
GSTV