હવે અહીં બનશે લેપટૉપ, કંપનીએ જાહેર કર્યા ત્રણ નવા મૉડલ

કેરળ ભારતનું પ્રથમ એવુ રાજ્ય બનવા જઈ રહ્યું છે, જ્યાં લેપટૉપ ડિઝાઈન અને મેન્યુફેક્ચર કરવામાં આવશે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) એન્ટરપ્રાઈઝ કોકોનિક્સે પોતાના લેપ્ટૉપની પ્રથમ રેન્જ લૉન્ચ કરી દીધી છે, જેમાં ગવર્નમેન્ટ, એન્ટરપ્રાઈઝ અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટ્સને કેન્દ્રમાં રાખીને ડિઝાઈન કરવામાં આવેલા ત્રણ લેપટોપ સામેલ છે. આ જાહેરાત 2019ના ઈલેક્ટ્રૉનિક્સ મેન્યુફેક્ચરિંગ સમિટમાં કંપની તરફથી કરવામાં આવી.

કોકોનિક્સ રાજ્ય સરકારની કેલ્ટ્રૉન, યૂએસની ટેકનૉલોજી ફર્મ, KSIDC અને એક્સેલરૉનનુ જોઈન્ટ વેન્ચર છે.

લેપટૉપ મેકર કંપની કોકોનિક્સે ત્રણ લેપટોપ મૉડલ લોન્ચ કર્યા છે. જેમાંથી CC11B 2-ઈન-1 નોટબુક છે, જેમાં 11 ઈંચના ફુલએચડી ડિસ્પ્લેની સાથે ઈન્ટેલ સેલેરૉન N3350 પ્રોસેસર, 4 જીબી રેમ, 64GBનું ઈન્ટરનલ મલ્ટીમીડિયા સ્ટોરેજ અને યૂએસબી ટાઈપ સી ક્નેક્ટિવિટીની સાથે 8 કલાકનો બેટરી બેકઅપ અપાઈ રહ્યો છે. આ ટ્રાવેલર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે.

તો CC11A એક સ્લિમ અને લાઇટવેટ નોટબુક છે અને એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુશન્સ માટે ખાસ કરીને ડિઝાઈન કરવામાં આવશે. આ નોટબુકમાં 11 ઈંચના ફુલ એચડી ડિસ્પ્લે અને ઈન્ટેલ સેલેરૉન N400 પ્રોસેસરની સાથે 2 જીબી રેમ અને 64 જીબીની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. ત્રીજા મૉડલ C314Aને એન્ટરપ્રાઈઝ માર્કેટ પર ટાર્ગેટ કરવામાં આવી છે. 14 ઈંચના એચડી ડિસ્પ્લે સિવાય તેમાં ઈન્ટેલ i3 7100U પ્રોસેસર 4 જીબી રેમ અને 500 જીબીના હાર્ડ ડિસ્ક સ્ટોરેજની સાથે અપાઈ રહ્યાં છે.

ત્રણેય લેપટૉપ મોડલમાં વિન્ડોઝ 10 ઓએસ આપવામાં આવશે. કોકોનિક્સના આ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલમાં ઈન્ટેલ પણ ટેકનિકલ સપોર્ટ આપવાની સાથે આવ્યું છે. દરેક લેપટોપ તિરૂવનંતપુરમના મોનવિલામાં સ્ટેટ ઑફ ધ આર્ટ પ્લાન્ટમાં ઉત્પાદન થશે. કોકોનિક્સની ક્ષમતા 2,50,000 લેપટૉપનુ ઉત્પાદન કરવાની છે. આ પ્લાન્ટ બનીને તૈયાર છે અને આ ચાલુ મહિને તેનું ઉદ્ઘાટન થઇ શકે છે. 2019ના બીજા છ મહિના સુધી નોટબુક્સની ડિલીવરી શરુ થઇ જશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter