GSTV
India News Trending

શરમજનક ! શિક્ષક તરીકે ફરજ બજાવતા CPM નેતાએ 30 વર્ષ સુધી 9થી 12 વર્ષની 50થી વધુ છોકરીઓ પર કર્યો રેપ

કેરળના મલપ્પુરમ જિલ્લામાં લગભગ 30 વર્ષમાં તેમની શાળાની 50 થી વધુ વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવા બદલ પૂર્વ શાળા શિક્ષક અને CPM નેતા KV શશિકુમારની શુક્રવારે (13 મે, 2022) ધરપકડ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સભ્ય અને વકીલ બીના પિલ્લઈનું કહેવું છે કે શિક્ષક તરીકે કામ કરતી વખતે શશિકુમારે ઘણી છોકરીઓની છેડતી અને જાતીય શોષણ કર્યું હતું. તેણે આરોપ લગાવ્યો હતો કે શશિકુમારે ડઝનેક યુવતીઓ પર બળાત્કાર કર્યો હતો. તે સમયે આ યુવતીઓની ઉંમર 9 વર્ષથી 12 વર્ષની હતી.

પિલ્લઈનો આરોપ છે કે જ્યારે પણ છોકરીઓ સ્કૂલ મેનેજમેન્ટને ફરિયાદ કરતી હતી ત્યારે તેઓ કહેતી હતી કે ટીચર સાથે ચેનચાળા ન કરો. પિલ્લઈએ કહ્યું કે શશીકુમાર સાથે સંકળાયેલા ગંભીર જાતીય સતામણીના ઘણા કિસ્સાઓ છે. એક છોકરીને તો એટલી હદે ખરાબ રીતે છાતી પર અનેક ઈજા પહોંચાડી હતી કે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

સગીરા


હાલમાં તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદી (CPM)ના નેતા અને મલપ્પુરમ મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટીએ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે, જાહેર શિક્ષણ નિદેશાલયના નિયામક પાસેથી શાળા વ્યવસ્થાપનને લગતી ખામીઓ અંગે વહેલી તકે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

મલપ્પુરમ મહિલા પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટ હેઠળ કેસ નોંધાયા બાદ શશિકુમાર ફરાર થઈ ગયો હતો. લગભગ એક અઠવાડિયા પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. શશિકુમાર પર મલપ્પુરમમાં સેન્ટ જેમ્સ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક હતા ત્યારે 60થી વધુ વિદ્યાર્થીનીઓની છેડતી કરવાનો આરોપ છે. 50 વિદ્યાર્થિનીઓએ તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

શશીકુમાર ત્રણ વખત મલપ્પુરમ મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચૂક્યા છે. તે આ વર્ષે માર્ચમાં શાળામાંથી નિવૃત્ત થયો હતો. શશીકુમાર પર સૌપ્રથમ #MeToo નો આરોપ એક ભૂતપૂર્વ સ્કૂલ ગર્લ દ્વારા કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, શશિકુમારે ફેસબુક પર શાળામાંથી નિવૃત્તિ સંબંધિત એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે પોતાને એક આદર્શ શિક્ષક ગણાવ્યો હતો. આ અંગે ટિપ્પણી કરતા વિદ્યાર્થીએ આ આરોપ લગાવ્યો હતો. તે પછી, ઘણી વિદ્યાર્થિનીઓએ તેના પર ‘પીડોફાઈલ’ (બાળકો સાથે સેક્સ કરનાર માનસિક રીતે વિકૃત) હોવાનો આરોપ મૂક્યો.

આ પછી ઘણી વિદ્યાર્થિનીઓ આગળ આવી અને શશીકુમાર પર તેની સાથે છેડતીનો આરોપ લગાવ્યો. શોષણનો આક્ષેપ કરતી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં વધારો થતાં, તેમના પર દબાણ વધ્યું અને તેમણે નગરપાલિકાના કાઉન્સિલર પદેથી રાજીનામું આપ્યું. સ્કૂલના એલ્યુમની એસોસિએશનના જણાવ્યા અનુસાર, વર્ષ 2019માં કેટલીક વિદ્યાર્થીનીઓએ શશિકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સ્કૂલ મેનેજમેન્ટે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હતી. ફરિયાદીઓની સંખ્યામાં સતત વધારો થતાં એસોસિએશને મલપ્પુરમ એસપીનો સંપર્ક કર્યો હતો.

આ ઘટનાઓ પ્રકાશમાં આવ્યા પછી, CPI(M) શાખા સમિતિના સભ્ય રહેલા શસીકુમારને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. જોકે આખરે પોલીસે તેની ધરપકડ કરી હતી.

READ ALSO

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari
GSTV