GSTV

સરકાર ઉજવણીમાં મસ્ત / રૂપાણી સરકારની આ ભૂલો કોરોના વકરાવશે : ગુજરાતમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ, સરકાર બેખબર

Last Updated on August 4, 2021 by Dhruv Brahmbhatt

કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં  ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. આ રાજ્યમાં કોરોનાના કેસો દિનપ્રતિદીન વધી રહ્યાં છે જેના કારણે લોકડાઉન લગાવવા સ્થિતિ સર્જાઇ છે. જો કે, આ રાજ્યોમાંથી મુસાફરો બેરોકટોક રીતે ગુજરાતમાં આવન જાવન કરી રહ્યાં છે છતાંય આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે.

સુરત

કોરોનાની બીજી લહેરમાં થયેલાં નુકશાન છતાંય આરોગ્ય વિભાગે ધડો લીધો નથી. અત્યારે તો જાણે ગુજરાતમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં તો જાણે કોરોનાએ હળવા પગલે વિદાય લીધી છે. રાજ્યમાં કોરોનાના રોજ 20 કેસો નોંધાઇ રહ્યા છે.

કુલ મળીને દસેક રાજ્યોમાં કોરોનાએ ફરી ફેણ માંડી છે

રસીકરણને કારણે લોકોમાં હવે કોરોનાનો ડર ઓછો થયો છે. બીજી તરફ, દેશના અડધોઅડધ કેસો આજે કેરળમાં નોધાઇ રહ્યા છે. માત્ર કેરળમાં જ નહી, તામિલનાડુ , મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત કુલ મળીને દસેક રાજ્યોમાં કોરોનાએ ફરી ફેણ માંડી છે. આ જોતાં કોરોનાના વધતા કેસોને પગલે ત્રીજી સંભવિત લહેરે જાણે પગરણ માંડ્યાં છે. 

એક તરફ, રાજ્ય આરોગ્ય વિભાગે સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ થવા તૈયારીઓ આરંભી છે પણ બીજી તરફ,સ્થાનિક તંત્ર-આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કેમકે, જે રાજ્યોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે તે રાજ્યોમાંથી આવતાં વિમાની-રેલ,બસ મુસાફરો પર કોઇની નજર જ મંડાઇ નથી. આ રાજ્યોમાંથી મુસાફરો બેરોકટોક રીતે ગુજરાતમાં અવરજવર કરી રહ્યાં છે.

corona test

આ જ મુસાફરો ત્રીજી સંભવિત લહેરનુ મુખ્ય પરિવાહક બની શકે છે .કોરોનાની બીજી લહેર વખતે અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે ક્વોરન્ટાઇન ઉપરાંત આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયા હતાં. પણ અત્યારે આ મામલે આરોગ્ય વિભાગ જરાયે ચિંતિત નથી.

આજે પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં રેલ્વે સ્ટેશન કે એસટી સ્ટેન્ડ પર  અન્ય રાજ્યથી આવતા મુસાફરોના એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવા માટે કોઇ વ્યવસ્થા જ નથી. આ સ્થિતીને જોતા કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાયુ હોય તેવુ ચિત્ર ખડુ થયું છે.

READ ALSO

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!