GSTV

કુદરતનો કહેર / કેરલમાં ભૂસ્ખલનથી 26નાં મોત, દિલ્હી-NCRથી ઉત્તરાખંડ સુધી ભારે વરસાદને લઇ રેડ એલર્ટ

Last Updated on October 18, 2021 by Dhruv Brahmbhatt

ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને લઈ ચારધામની યાત્રા રોકી દેવામાં આવી છે. ભારે વરસાદને લઈ સ્કૂલો પણ બંધ રાખવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના અલગઅલગ જિલ્લામાં એનડીઆરએફની 29 ટીમો ઉતારી દેવામાં આવી છે.

રેડ એલર્ટને લઈ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પોતાનો અયોધ્યાનો મુલાકાત છોડી પરત ઉત્તરાખંડ આવી ગયા છે. તેમણે તમામ અધિકારીઓને એલર્ટ રહેવાનો આદેશ કરી દીધો છે.પ્રશાસને ઋષિકેશથી આગળ જવા માટે મનાઈ ફરમાવતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. મોસમ વિભાગની આગાહી મુજબ આવનાર બે દિવસમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે. સરકારે કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે.તમામ યાત્રીઓને પરત મોકલવામાં આવી રહ્યાં છે.

ઉત્તરાખંડમાં ત્રણ દિવસ અતિ ભારે વરસાદને લઇ રેડ એલર્ટ

કેરલમાં સતત ભારે વરસાદથી લોકો ભારે દહેશતમાં મૂકાઇ ગયા છે. વરસાદની સાથે-સાથે ભારે લેન્ડસ્લાઇડના કારણે કેરલમાં ભારે તબાહી મચી ગઇ છે. આ સાથે ઉત્તરાખંડમાં ત્રણ દિવસ અતિ ભારે વરસાદને લઇ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પણ આગામી 2 દિવસ સુધી હળવાંથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેરલમાં ભારે તબાહી, 26નાં મોત

કેરલમાં ભારે વરસાદથી માત્ર કોટ્ટાયમમાં જ અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે કેરલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનની ઘટનાઓમાં 26 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગઇ છે. રાહત કાર્યમાં ત્રણેય સેનાની મદદ લેવામાં આવી રહી છે. એવામાં હવામાન વિભાગએ કેરલના 12 જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે એલર્ટ જારી કરી દીધું છે. એમાંય ખાસ રીતે આપણે જો જોઇએ તો, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ, પથનામથિટ્ટા અને ત્રિશૂર માટે વરસાદને લઇ રેડ એલર્ટ છે.

ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં આજે સ્કૂલો બંધ

હવામાનની ચેતવણીને ધ્યાને રાખતા પ્રદેશની આજે તમામ સ્કૂલોને બંધ રાખવામાં આવી છે એટલે કે, 18 ઓક્ટોબર સુધી સ્કૂલોમાં છુટ્ટી આપવામાં આવી છે. આ સાથે SDRF ની 29 ટીમોને પણ અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદના લીધે ચારધામ યાત્રા અટકાવાઇ

ઉત્તરાખંડમાં ચારધામ (કેદારનાથ ધામ ગંગોત્રી ધામ, યમનોત્રી ધામ અને બદરીનાથ ધામ) યાત્રાને કામચલાઉ પણે અટકાવવી પડી છે. યાત્રા શરૂ નહિ કરનારાઓને હમણાં પ્રવાસે નહિ નીકળવા માટે જણાવાયું છે. ઉત્તરાખંડમાં થઇ રહેલા ભારે વરસાદના પરિણામે આમ કરવું પડયું છે. અહીં સોમવાર સુધી ભારે વરસાદની આગાહી છે. જે શ્રધ્ધાળુઓએ ગંગોત્રી અને યમુનોત્રીમાં ભગવાનના દર્શન કરી લીધા છે. એમને સુરક્ષિત ગંતવ્ય સ્થળે જવા માટે જણાવાયું છે. બે દિવસથી અયોધ્યાનો પ્રવાસ ખેડી રહેલા રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સરકારના સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા જણાવ્યું છે.

uttarakhand-red-alert

આ રાજ્યોમાં પણ IMD દ્વારા એલર્ટ

હવામાન વિભાગના અનુસાર, જમ્મુ-કાશ્મીરથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી અને મધ્ય પ્રદેશથી લઇને ઓડિશા સુધી આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. જેમાં સૌથી વધારે હાઇ એલર્ટ ઉત્તરાખંડમાં આપવામાં આવ્યું છે. કારણ કે અહીંયા લેન્ડસ્લાઇડનો ખતરો વધારે રહેલો છે. મધ્ય પ્રદેશના કેટલાંક ભાગોમાં પણ વીજળી પડવાની સાથે સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભોપાલ, જબલપુર, હોશંગાબાદ અને શડહોલ જિલ્લાઓમાં લોકોને સતર્ક રહેવા અપીલ કરાઇ છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!