GSTV
Home » News » ગુરૂવાયૂર મંદિરમાં PM મોદીની વિશેષ પૂજા, 112 કિલો કમળથી તોલવામાં આવ્યા

ગુરૂવાયૂર મંદિરમાં PM મોદીની વિશેષ પૂજા, 112 કિલો કમળથી તોલવામાં આવ્યા

પીએમ મોદીએ દક્ષિણ ભારતના દ્વારકા તરીકે જાણિતા ગુરૂવાયૂર મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી પૂજા-અર્ચન કર્યા. પીએમ મોદીએ કમળના ફૂલથી તૂલાદાન કરવામાં આવ્યુ. જેમા 112 કિલો કમળના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં પીએમ મોદી પહોંચતાની સાથે તેમનું મંદિરના વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

પીએમ મોદી મંદિરમાં કેરળના પારંપરિક પોશાકમાં જોવા મળ્યા હતા. ગુરૂવાયૂર મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. આ મંદિરને ગુરૂવાયુરૂપ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી આ મંદિરને દક્ષિણ ભારતનું દ્વારકા ગણવામાં આવે છે. આ મંદિરનો ઈતિહાસ ૫ હજાર વર્ષ જૂનો અને મંદિરમાં રહેતા પૂજારીને મેંસાતી તરીકે ઓળખવામાં આવે છે.

જેઓ ૨૪ કલાક સુધી ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં રહે છે. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર દ્વારા એક ખાસ ડ્રેસ કોડ બનાવવામાં આવ્યો છે. આ પોશાકને મુંડુ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરમાં માત્ર હિંદુને પ્રવેશ મળે છે. અને મંદિરમાં દર્શન કર્યા બાદ નજીકમાં આવેલુ અનાકોટ્ટા જવુ પડે છે.

Read Also

Related posts

ઇસરોએ ચંદ્રયાન -2 દ્વારા મોકલેલા ક્રેટરની આ અદભૂત 3 ડી તસવીર રજૂ કરી

pratik shah

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

જીવલેણ સ્તર પર પ્રદુષણ, 2 દિવસ સુધી દિલ્હી-એનસીઆરનાં તમામ સ્કૂલ રહેશે બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!