GSTV

કેરળ : દુષ્કર્મ મામલે આરોપી બિશપને કોર્ટમાં આજે કરાશે રજૂ

Last Updated on June 30, 2019 by Alap Ramani

કેરળમાં નન સાથે થયેલા દુષ્કર્મ મામલે આરોપી બિશપની ત્રણ દિવસ સુધી કરવામાં આવેલી પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી છે. બિશપ ફ્રૈન્કોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોટ્ટાયમના એસપી હરિશંકરે કહ્યુ કે, પોલીસ પાસે બિશપ ફ્રૈન્ડો વિરૂદ્ધ પુરાવા છે. જે બાદ બિશપની ધરપકડ કરવામાં આવી છે. ફ્રેન્કો મુલક્કલે મંગળવારે કેરળ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. જેના પર 25 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે.

બિશપ ફ્રેન્કો મુલક્કલની આગોતરા જામીન અરજીમાં દાવો કરવામાં આવ્યો કે તેમની વિરૂદ્ધના આરોપો એક કાલ્પનીક કથા છે. જેનો ઉદેશ્ય બદલા લેવાનો છે. બિશપે દાવો કર્યો છે કે પીડિત નનની વિરૂદ્ધ તેમને ઘણી ફરિયાદો મળી હતી. જેના પર તેમણે કાર્યવાહી કરી હતી.

 

Related posts

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk

સંસદના અત્યાર સુધીમાં 800થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત, 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

Vishvesh Dave

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!