GSTV

વિમાન દુર્ઘટના: કેરલના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરી, તમામના કરાવ્યા કોરોના ટેસ્ટ

દુબઈથી એર ઈન્ડિયાનું વિમાન શુક્રવારની સાંજે કેરલના કોઝિકોડ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. ભારે વરસાદના કારણે રન વે પર પાણી ભરાતા વિમાન ક્રેશ થયુ હતું, ત્યાર બાદ બાજૂમાં રહેલા ખાડામાં જઈ પડ્યુ હતું, આ દુર્ઘટનામાં વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા હોવાની ખબર આવી રહી છે. જ્યારે 127 લોકો ઘાયલ થયા છે.

મૃતકોના પરિવારને 10 લાખના વળતરની સહાય

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કોઝિકોડ એરપોર્ટની મુલાકાત લીધી હતી. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. કેરલના મુખ્યમંત્રીએ પણ મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

તમામ યાત્રિઓના કોરોના ટેસ્ટ થયા, એક પોઝિટીવ આવ્યો

કેરલના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જણાવ્યુ હતું કે, દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો અને ઘાયલ લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા છે. અત્યાર સુધીમાં ફ્કત એક વ્યક્તિ પોઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત કેરલના મુખ્યમંત્રીએ પણ મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

READ ALSO

Related posts

બિહાર મેં બહાર હૈં/ નવા નવા ગઠબંધનની મૌસમ ખીલી, પપ્પુ યાદવ અને ચંન્દ્રશેખર આઝાદે હાથ મિલાવ્યો

Pravin Makwana

300 ચેકડેમમાં કરોડોનું કૌભાંડ, ડેમ બન્યા નથી ને અધિકારીઓએ ખોટા બીલ રજુ કરી પાસ કરાવી લીધા

Nilesh Jethva

યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ આવી પહોંચ્યું અલંગ બંદરે, છેલ્લી વિદાય આપવા આ નેતાઓ રહ્યા હાજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!