GSTV

ઓટો ડ્રાઇવરોને મફત તેલ આપે છે પેટ્રોલ પંપ માલિક, જાણો શું છે આખો મામલો

Last Updated on June 19, 2021 by Vishvesh Dave

ઘટના કેરળના કાસરગોડ જિલ્લાની છે. અહીંના ઇનામકજે ગ્રામ પંચાયતમાં સ્થિત કુડુકોલી પેટ્રોલ પંપ પર ઓટો ચાલકોને ત્રણ લિટર પેટ્રોલ અથવા ડીઝલ વિના મૂલ્યે આપવામાં આવી રહ્યું છે. આ પેટ્રોલ પંપે બે દિવસ પહેલા આ જાહેરાત કરી હતી. પંપના મેનેજર સિદ્દિક માદુમુલે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર આવતા લગભગ 313 ઓટો ડ્રાઇવરોને મફત પેટ્રોલ અથવા ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

પેટ્રોલ

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર આ પેટ્રોલ પંપ સિદ્દિકના ભાઈ અબ્દુલ્લા માદુમુલેનું છે. અબ્દુલ્લા અબુધાબીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) છે. અબ્દુલ્લાએ કહ્યું કે લોકડાઉનને કારણે ઓટો ડ્રાઈવરો પહેલાથી મુશ્કેલીમાં મુકાયા છે, ઉપરથી તેલના ભાવમાં વધારાને કારણે સંકટ વધ્યું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, અમે આ નિર્ણય ઓટો ડ્રાઇવરો માટે લીધો.

સિદ્દીકીએ આ વિશે જણાવ્યું હતું કે આ યોજના વ્યવસાય માટે નથી પરંતુ લોકોના હિત માટે છે. તેમણે જણાવ્યું હતું કે ઓટો ડ્રાઇવરો મફત તેલ મેળવવા માટે 15-15 કિલોમીટર દૂરથી આવી રહ્યા છે. અહીં આવતા ઓટો ચાલકો પણ મફત પેટ્રોલ મેળવીને પેટ્રોલ પંપની પ્રશંસા કરી રહ્યા છે. કોરોના વાયરસની સાથે તેલના વધતા જતા ભાવો સામાન્ય લોકો પર ડબલ માર સાબિત થયા છે.

બેંગ્લોરમાં પણ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર

શુક્રવારે બેંગ્લોર, મુંબઇ અને હૈદરાબાદ પછી ત્રીજું મહાનગર બન્યું, જ્યાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની કિંમત સૂચના મુજબ શુક્રવારે પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પાછલા સાત અઠવાડિયામાં વાહનના બળતણના ભાવમાં આ 26 મો વધારો છે.

આને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી છે. દિલ્હીમાં પેટ્રોલ તેની સર્વાધિક ઊંચી કિંમત રૂ. 96.93 અને ડીઝલ 87.96 રૂપિયા પ્રતિ લિટર પર છે. હવે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો છૂટક ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે.

ALSO READ

Related posts

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!