અત્યારે અડધો દેશ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે એલાન કર્યું છે કે ચાલુ વર્ષે ચોમાસાનું વહેલુ આગમન થશે. કેરળના દરિયાકિનારે 1 જૂનના બદલે ચોમાસુ ચાર દિવસ વહેલુ એટલે કે 27 મેના રોજ પહોંચી જશે. આ સાથે હિંદ મહાસાગરમાથી ભારતમાં આવનારા દક્ષિણ-પશ્ચિમ મૌસમી પવનોની ભારતમાં એન્ટ્રી થશે.

સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન એક જૂને થાય છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી કેરળમાં ચોમાસુ 27 મેના રોજ પહોંચી શકે છે. હવામાન વિભાગે આ તારીખમાં ચાર દિવસ આગળ-પાછળ થવાનો અંદાજ લગાવ્યો છે.
બીજી તરફ અંદામાન નિકોબારમાં આગામી 48 કલાકમાં ગમે ત્યારે ચોમાસાનું આગમન થઈ શકે છે. જેના કારણે આગામી ચારથી પાંચ દિવસ અંદામાન નિકોબારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. મનાઈ રહ્યું છે કે જૂનમાં સારો વરસાદ વરસી શકે છે. કારણ કે જૂનમાં ચોમાસા દરમિયાન લા-નીના અસર વર્તાઈ શકે છે. જેના કારણે દેશના ઘણા ભાગોમાં ચોમાસામાં ભારે વરસાદ ખાબકી શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ
- Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત
- રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી
- ઇમરજન્સી ફંડ જરૂરિયાતના સમયે બની શકે છે મોટી મદદ! જાણો કેવી રીતે ભંડોળનો ઉપયોગ કરવો
- BIG BREAKING: કુપવાડામાં લશ્કરના ત્રણ આંતકીઓ ઠાર! ઘુસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ, મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા