GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આ વ્યક્તિએ અગાશી ઉપર ઉગાડી 40 પ્રકારની કેરી, લોકો આવી રહ્યાં છે જોવા

કેટલાક લોકો ઘરની છત અને બાલકનીને કિચન ગાર્ડન બનાવી લે છે. તો કેટલાક લોકો સુંદરતા માટે તેને શણગારે છે. પરંતુ આ વ્યક્તિએ તો અગાશી ઉપર કેરીનો બગીચો જ બનાવી નાંખ્યો. તેને તેની અગાશી ઉપર માત્ર કેરીના વૃક્ષ લગાવ્યા જ નથી પરંતુ 40 પ્રકારની કેરીને પણ ઉગાડી હતી. આ સારૂ કાર્ય કરનાર વ્યક્તિનું નામ છે જોસેફ ફ્રાંસિસ, જે અર્ણાકુલમનો રહેનારો છે.

કેરીએ આપી ઓળખ

62 વર્ષીય જોસેફ વ્યવસાયે એસી ટેક્નીશીયન છે. પરંતુ ખેડૂત તેની નસોમાં છે. તેના દાદા અને પરદાદા ખેડૂતનું કામ કરતા હતા. ભલે જોસેફ રોજી રોટી માટે એસીનું કામ કરતા હોય પરંતુ ખેતી તેનો પ્રથમ પ્રેમ છે. તેમણે ખેતીની શરૂઆત ગુલાબ અને મશરૂમ જેવી ચીજવસ્તુઓ ઉગાડવાથી કરી હતી. પરંતુ કેરીએ તેને ઓળખ અપાવી.

આવી રીતે આવ્યો વિચાર

જોસેફે જણાવ્યું કે, ફોર્ટ કોચ્ચીમાં મારા નાનીના ઘરે કેટલાક પ્રકારના ગુલાબ બતા. જે મારા મામા દેશના ખુણે ખુણેથી લઈને આવ્યાં બતાં. જ્યારે કટરોઝ માત્ર બેંગલુરૂમાં દેખાતા હતા અને કેરળમાં દેખાતા ન હતાં. આ દરમયાન કોચ્ચીની પાસે ગુલાબનું મોટું કલેક્શન હતું. અને તેનાથી મને પ્રેરણા મળી અને પત્નીની સાથે નવા ઘરમાં શિફ્ટ થયા બાદ અમે ગુલાબથી શરૂઆત કરી.

ગુલાબ, મશરૂમથી કરી શરૂઆત

જો કે, ગુલાબ, મશરૂમ જેવું ઉગાડ્યાં બાદ તેણે કેરી લગાવવાનો વિચાર આવ્યો તેનું માનવું છે કે, જ્યારે કેરી બેગમાં ઉગી શકે છે તો અગાશી ઉપર કેમ નહીં, પછી શું. તેણે બેગની જેમ પીવીસી ડ્રમ્સમાં કેરીના વૃક્ષ લગાવ્યાં. તેની મહેનત રંગ લાવી અને આજે તેની અગાશી ઉપર અલ્ફાંસો, નીલમ, માલ્ગોવો સહીત 40થી વધારે પ્રકારની કેરી ચે. જેમાથી કેટલાક વૃક્ષો વર્ષમાં બે વખત ફળ આપે છે.

લોકો આવી રહ્યાં છે વૃક્ષો જોવા માટે

ફ્રાંસીસને ગ્રાફ્ટીંગમાંથી એક નવી વેરાયટી બનાવી છે. જેનું નામ તેણે તેણીની પત્નીના નામ ઉપર રાખ્યું છે. તેનું કહેવું છે કે, આ કેરી તમામ કેરીઓમાંથી મીઠી છે. જણાવી દઈએ કે, રવિવારે તેના ઘરે ઓછામાં ઓછા 20 લોકો તેના ઘરની અગાશી જોવા માટે આવી રહ્યાં છે. સાથે તે છત ઉપર બીજી સામગ્રી પણ ઉગાડે છે.

Related posts

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari

દેશની આર્થિક રાજધાનીમાંથી ઝડપાયું હજારો કરોડનું ડ્રગ્સ, બે શખ્સોની કરાઈ અટકાયત

pratik shah

એનપીસીઆઇ લાવી શકે છે યુપીઆઈ પેમેન્ટ પર વધુ નિયંત્રણ, આ લોકોને પડશે અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!