લગ્ન મંડપમાં દુલ્હનને પાંચ મિનિટ કહીને દુલ્હો ફૂટબોલ રમવા જતો રહ્યો અને પછી…

પોતાની પ્રેમિકા પ્રત્યે દીવાનગીના કિસ્સાતો તમે ધણી વખત સાંભળ્યા હશે. પરંતુ કેરલના એક જનુની ફૂટબોલરે તો એવું પગલુ ભર્યું કે જે સાંભળીને દરેક લોકો હેરાન છે. લગ્નના દિવસે સાહેબ દુલ્હન પાસેથી પાંચ મિનિટની રજા લઈને ફૂટબોલ મેચ રમવા જતા રહ્યા હતા.

ફૂટબોલના ખિલાડી છે રિદવન

હકીકતે કેરલના રહેવાવાળા રિદવાન ફૂટબોલના ખિલાડી છે અને તેમણે લગ્નની રાતે પોતાના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો. તેને પોતાના લગ્ન અને ફૂટબોલ બંન્નેમાંથી એકને પસંદ કરવો પડ્યો. હકીકતે જ્યારે રિદવાનના લગ્ન થઈ રહ્યા હતા તે સમયે 7 એસ લીગ મેચ ચાલી રહી હતી. ફિફા મંજરીને મેચ જીતવા માટે રિદવાનની ખૂબ જરૂર હતી. આવી હાલતમાં તેણે લગ્ન મુકીને રમવાનો નિર્ણય કર્યો અને મંડપમાં બેઠેલી દુલ્હનને કહ્યું કે તે પાંચ મિનિટમાં આવે છે.

દુલ્હને દર્શાવી નારાજગી

રિદવાનના મેચ રમવાના કારણે ટીમે શાનદાર જીત મેળવી પરંતુ પાંચ મિનિટનો સમય માંગીને આવેલા રિદવાને વધુ સમય લઈ લીધો. ત્યાર બાદ દુલ્હને રિદવાનના આવ્યા બાદ નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે જો મેચ બપોરે હોત તો તમે તો લગ્ન જ કેન્સલ કરી દો.

ખેલ મંત્રીએ કરી તારીફ

ત્યાંજ ખેલ રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠોડે ટ્વીટ કરીને રિદવાનની ખૂબ તારીફ કરી. તેમણે જણાવ્યું કે રિદવાન લગ્નના દિવસે દુલ્હનને પાંચ મિનિટ કહીને ફૂટબોલ રમવા ચાલ્યા ગયા. શુ જનુન છે! હું તેમને મલવા ઈચ્છું છું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter