GSTV
Gujarat Government Advertisement

લવ ઈન કોરોના… લોકડાઉનમાં પ્રેમી પંખીડાને ભાગવું ભારે પડ્યું, નોધાયો લોકડાઉન ઉલ્લંઘનનો કેસ

Last Updated on April 9, 2020 by Pravin Makwana

લવ ઈન કોરોના… હાં.. આ વાત સાચી છે.. અત્યારે વિશ્વ આખું કોરોના મહામારીનો ભોગ બન્યું છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એવા પ્રેમી પંખીડાઓની. જેઓને લોકડાઉનની કેદ સહન ન થઈ શકી અને બંને જણા એક દિવસ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું. દેશમાં લોકડાઉનને પગલે વડાપ્રધાને ઘરના ઉંબરે લક્ષ્મણ રેખા ન ઓળંગતા એવું કહી સખત શબ્દોમાં ગંભીરતા પૂર્વક લોકડાઉનને લેવાનું કહ્યું. પરંતુ હવે આ પ્રેમી પંખીડાઓને પણ ઘરેથી ભાગવાને લઈને મુશ્કેલી પડી છએ. આ આખો મામલો પોલિસ સ્ટેશને પહોંચ્યો અન પોલિસે કેસ પણ નોંધ્યો છે.

લોકડાઉન હોવા છતાં ઘરેથી ભાગી ગયા

આ ઘટના બની છે કેરલના કોઝીકોડમાં… કોઝીકોડમાં લોકડાઉન દરમિયાન પ્રેમી પંખિડા ઘરેથી ભાગી ગયા. કોઝીકોડના થામારાસ્સેરી થી અલગ અલગ ધર્મો સાથે સંબંધ ધરાવતા યુવક યુવતી હાલમાં જ ઘરેથી ભાગ્યા હતા પરંતુ તેમના પર લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં મામલો દર્જ કરી લીધો છે.

પિતાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી

પોલિસે જણાવ્યું હતું કેઆ ઘટના ગત શનિવારે બની હતી. જ્યારે 21 વર્ષીય યુવતીએ પોતાના 23 વર્ષીય પ્રેમી સાથે ભાગી ગઈ હતી. અલગ અલગ ધર્મના હોઈ છોકરીના પરિવારજનો આ લગનની વિરુદ્ધ હતા. તેના પિતાએ ગુમ થવાની ફરિયાત નોંધાવી હતી.

લોકડાઉનનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ

બંને જણા પહેલા પોલિસ સ્ટેશને હાજર થઈ ગયા હતા. પછી તેઓને મેજીસ્ટ્રેટ સામે લઈ જવામાં આવ્યા હતા. બને પુખ્ત હોવાને કારણે છોડી દીધા. મહિલાએ અદાલતમાં એ પણ કહ્યું કે તે પોતાની મરજીથી પ્રેમી સાથે ગઈ છે. પરંતુ હાલમાં અદાલતે પોલિસને કોવિડ -19 ના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનો ભંગ કર્યાની ફરિયાદ દાખલ કરવા કહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!