GSTV

કેરળના ઇડુક્કીમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 43 થયો, 6 જિલ્લાઓમાં ભારે વરસાદની રેડ એલર્ટ

કેરળ

કેરળના ઈડુક્કીમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારા વ્યક્તિઓની સંખ્યા વધીને 43 થઈ હતી. ભારે વરસાદ વચ્ચે ચાલી રહેલી રાહત-બચાવ કામગીરી કરતી ટુકડીઓને રવિવારે વધુ 17 લાશ મળી આવતાં મૃત્યું આંક વધ્યો હતો. કેરળના છ જિલ્લામાં હવામાન ખાતાએ અતિભારેે વરસાદની રેડ એલર્ટ જારી કરી દીધી છે.

ઓડિશામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ઓડિશામાં પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે બિહારમાં પૂરની પરિસ્થિતિ વધુ વિકટ બની છે અને વધુ 87 હજાર લોકોની સામાન્ય જિંદગી પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આ સાથે બિહારમાં પૂરના અસરગ્રસ્તોની કુલ સંખ્યા 74 લાખ પર પહોંચી છે. નવી દિલ્હીમાં પણ વરસાદના હળવા ઝાપટાં નોંધાયા હતા.

કેરળ

હરિયાણા અને પંજાબમાં પણ વરસાદના કારણે તાપમાનનો પારો નીચે આવ્યો હતો. હવામાન ખાતાએ હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિસ્તારોમાં તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશના પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Read Also

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva

ચોરના નામે ચિઠ્ઠીઃ મોક્ષધામમાંથી થઈ ગઈ સામાનની ચોરી, ગ્રામજનોએ લખેલી ભાવનાત્મક ચિઠ્ઠી થઈ વાયરલ

Karan

પીએમ મોદીની મન કી બાત લોકોને નથી આવી રહી પસંદ, લાઈક કરતા ડિસલાઈકમાં થયો અધધ વધારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!