GSTV

આ રાજ્યમાં હવે માત્ર 13 રૂપિયામાં જ મળશે પાણીની બોટલ, બિસલેરી જેવી મોટી બ્રાંડને થશે નુકસાન

કેરળ સરકારે પેક્ડ ડ્રિંકિંગ વોટરને લઈને એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે એસેંશિયલ કોમોડિટઈઝ કાયગદામાં સામેલ કર્યા બાદ હવે તેની કિંમત પર લગામ લગાવવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકારના આ નિર્ણયથી રાજ્યમાં 250 કરોડ રૂપિયાનાં પેક્ડ વોટર કારોબાર પર અસર પડી શકે છે. બિસલેરી, કોકા કોલા અને પેપ્સિકો જેવી મોટી બ્રાંડ દેશભરમાં પાણીની બોટલ લીટરદીઠ 20 રૂપિયાનાં હિસાબથી વેચાય છે. કેરળ સરકારે હાલમાં જ આ વિશે એક કાયદો પાસ કર્યો છે. ત્યારબાદ સરકારે કહ્યુ હતુકે, એક લીટર પાણીની બોટલ 13 રૂપિયાથી વધુ કિંમતમાં વેચી શકાશે નહી.

કંપનીઓ મોંઘાદરે પાણીની બોટલ વેચી ગ્રાહકોનું કરે છે શોષણ: કેરળ સરકાર

રાજ્ય સરકારનું કહેવું છેકે, આ સમય રાજ્યમાં ઘણી કંપનીઓ પાણીની બોટલ મોંઘાદર પર વેચીને ગ્રાહકોનું શોષણ કરી રહી છે. સરકારી અધિકારીઓએ કહ્યુકે, પાણીની બોટલની કિંમતથી સંબંધિત આદેશ જલ્દી રજૂ કરવામાં આવી શકે છે. કેરળ બોટલ્ડ વોટર મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. મોટી કંપનીઓનું આ વિશે કહેવું છેકે, પાણી લો માર્જીન કેટેગરી પ્રોડક્ટ છે. પાણીની બોટલની મહત્તમ કિંમત નક્કી કરી દેવાના કારણે ઈન્ડ્સ્ટ્રી માટે કારોબાર કરવાનું મુશ્કેલ થઈ શકે છે. કંપનીનું કહેવું છેકે, સરકારે આવા કોઈ પણ પ્રકારનાં નિર્ણય કરતાં પહેલાં કંપનીઓ સાથે ચર્ચા કરવી જોઈએ.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!