GSTV

સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મુકશો તો થશે પાંચ વર્ષની જેલ, આ રાજ્યમાં બની રહ્યો કાયદો

સોશ્યલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મુકનારા વ્યક્તિને પાંચ વર્ષની જેલની સજાની જોગવાઈના કાયદા પર કેરાલાના ગર્વનર આરિફ મહોમ્મદ ખાને મંજુરીની મહોર મારી દીધી છે.

જોકે કેરાલા સરકારનો નવો કાયદો કોંગ્રેસને ગમ્યો નથી અને પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમે કહ્યુ છે કે, આ પ્રકારના કાયદાથી મને હેરાની થાય છે અને સોશ્યલ મીડિયા પર માત્ર એક કહેવાતી અપમાનજક પોસ્ટ માટે વ્યક્તિને પાંચ વર્ષની સજા થઈ શકે તે બાબત હેરાન કરનારી છે.

કેરાલામાં વિપક્ષ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરાઈ રહ્ય છે.તેમનુ કહેવુ છે કે, આ પ્રકારનો કાયદો લાવીન અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવામાં આવી રહી છે.કેરાલાની ડાબેરી સરકારે ગયા વર્ષે જ કાયદામાં સુધારો કરીને આ જોગવાઈને તેમાં સામેલ કરવા માટે મંજૂરી આપી દીધી હતી.એ પછી આ સુધારો મંજૂરી માટે રાજ્યપાલ સમક્ષ ગયો હતો.

નવા કાયદા પ્રમાણે જો કોઈ વ્યક્તિ સોશ્યલ મીડિયાના માધ્યમથી કોઈને પણ અપમાનિત કરવાના કે બદનામ કરવાના ઈરાદાથી કોઈ પોસ્ટ મુકશે તો તેને જેલ અને દંડ બંને થશે.

જોકે પહેલા મીડિયામાં પાંચ વર્ષની જેલની સજાની જાણકારી અપાઈ હતી અને હવે સરકાર ત્રણ વર્ષની સજા કહી રહી છે.જોકે કેરાલા સરકારે આ કાયદાનો બચાવ કરતા કહ્યુ છે કે, સોશ્યલ મીડિયાના વધતા જતા દુરપયોગના કારણે આ કાયદો લાવવામાં આવ્યો છે.નાગરિકોની પ્રાઈવસીને પણ મોટો ખતરો ઉભો થયો છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!