કેરળ સરકાર 600 કિલોમીટર લાંબી મહિલા શૃંખલા બનાવવા જઇ રહ્યું છે, જાણો શા માટે ?

કેરળ સરકાર સબરીમાલામાં મહિલાઓના પ્રવેશના વિરોધ કરનારા પ્રદર્શનકારીઓની વિરૂદ્ધમાં એક જાન્યુઆરીએ 600 કિલોમીટર લાંબી મહિલા શ્રૃંખલા બનાવશે. આ શ્રૃંખલા કાસરગોડથી તિરૂવનંતપુરમ સુધી બનશે. કેરળના મુખ્યપ્રધાન પી. વિજયને જણાવ્યું કે આ શ્રૃંખલા રાજ્યની ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ છબીને દેશની સમક્ષ રજૂ કરશે. આ નિર્ણયને મંદિરમાં મહિલાઓના પ્રવેશના સમર્થન પર શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે.

વિજયને રવિવારે મહિલાઓના પ્રવેશનું સમર્થન કરી રહેલા 50થી વધુ સંગઠનો સાથે બેઠક યોજી. જેમાં વિજયને જણાવ્યું કે તેઓ કેરળના પ્રગતિશીલ સમાજને અંધકારમાં ન ધકેલી શકે. મહિલા શ્રૃંખલાથી અમે દેશને કેરળની પ્રગતિશીલ વિચારધાર અંગે જણાવીશું. 28 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશ માટે મંજૂરી આપી છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter