કુદરતી અને પશુ સંસાધનોને કારણે આગવી ઓળખ ધરાવનાર કેરળ, હાથીઓની ફોજને કારણે પણ પ્રખ્યાત છે. ત્યારે કેરળના પલક્કડ(Palakkad) જિલ્લાના એક ગામમાં છેલ્લા કેટલાય મહિનાઓથી એક હાથીને લઈને ડરનો માહોલ હતો. હાથી પર આરોપ છે કે, થોડા મહિના પહેલા આ હાથીએ એક મોર્નિંગ વોક કરનારને મારી નાખ્યો હતો.

હાથીને લઇને ચાલ્યુ સર્ચ ઓપરેશન
રવિવારે વન વિભાગના નિષ્ણાતે PT-7 (પલક્કડ ટસ્કર) તરીકે ઓળખાતા હાથીને શાંત પાડવામાં આવ્યો હતો. કલાકોની જહેમત બાદ અંતે હાથીને પકડવામાં આવ્યો હતો. કુમકી હાથી (Kumki Elephants) તરીકે તાલીમ આપવામાં આવશે, જેનો ઉપયોગ જંગલી હાથી પકડવા માટે થાય છે.
82 ફોરેસ્ટ ઓફિસરની ટીમે હાથીને પકડી લીધો હતો
વેટરનરી સર્જન ડો. અરુણ ઝાચરિહા(Veterinary Surgeon Arun Zachariah)ની આગેવાની હેઠળ 82 વન અધિકારીઓની સ્પેશયલ ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. વન મંત્રી એકે સસેન્દ્રને કહ્યું, ‘આ મુશ્કેલ કામ હતું. દિવસ-રાત અમારા જવાનો પ્રાણી પર નજર રાખતા હતા પરંતુ દર વખતે તે છટકીને ગાઢ જંગલ કે પાણીમાં જતો રહેતો હતો. પરંતુ આ વખતે તે પકડાઇ ગયો. કડીને PT 7 તેના ચહેરાને કાળા કપડાથી ઢાંકીને અને તેના પગ દોરડાથી બાંધીને હાથીને ટ્રકમાં બેસાડી દેવામાં આવ્યો હતો.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ રાજ્યનું અત્યાર સુધીનું સૌથી લાંબા સર્ચ ઓપરેશન્સમાંથી એક છે. મહાવતોની આગેવાની હેઠળ વાયનાડના મુથંગા વન્યજીવ અભયારણ્યમાંથી લાવવામાં આવેલા ત્રણ કુમકી (તાલીમ પામેલા) હાથીઓ ભરત, વિક્રમ અને સુરેન્દ્રન આ પીટી-7 જમ્બો હાથીને ઘેરી વળ્યા હતા. ઓપરેશનમાં તેઓ ફોરેસ્ટ ટીમના ગાર્ડ હતા.
જંગલી હાથીનું ટ્રેકિંગ કરવામાં આવ્યુ
વન અધિકારીએ જણાવ્યું કે 360 દિવસ સુધી આ જંગલી હાથીનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 188 વખત માનવ વસ્તીમાં હાથી જોવા મળ્યો હતો. પાકને 180 વખત નુકસાન થયું હતું અને મકાનમાં તોડફોડના 13 બનાવો નોંધાયા હતા. 8 જુલાઈના રોજ મોર્નિંગ વોક પર નીકળેલા શિવરામન (60)ના મૃત્યુ માટે PT 7ને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો.
આસપાસના ગામડામાં રાત્રે ઓટોરિક્ષા પણ ચાલતી ન હતી અને આ હાથી દ્વારા ખેતીની જમીન અને ખેતીની જમીન નષ્ટ થઈ જતાં ઘણા લોકો વિસ્તાર છોડીને જતા રહ્યા હતા.
હાથીને અપાયું ‘ધોની’ નામ : જાણો કારણ…
PT-7 હાથી હવે ધોની તરીકે ઓળખાશે. અહિં ખુલાસો કરવો જરૂરી છે કે હાથીને ભારતીય ક્રિકેટર MS ધોની સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ હાથીનું નામ પલક્કડના ધોની ગામ પરથી રાખવામાં આવ્યું છે. હાથીને પકડ્યા બાદ ધોની અને મુંડુર ગામમાં લોકોએ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી. ઉંચા પર્વતો અને ધોધ વચ્ચેનો લગભગ 12 કિમી દૂર એક આરક્ષિત જંગલ વિસ્તાર ધોની ગામે ઓળખાય છે
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ
- શેરબજારમાં આજે નહીં થાય ટ્રેડિંગ, 31 માર્ચ સુધી રાહ જોવી પડશે, જાણો કેમ ?
- સુરત! રામ નવમીના દિવસે માર્કેટ ચાલુ રાખવાના નિર્ણયનો વિવાદ વકર્યો, ફોસ્ટા અધ્યક્ષનું હિંદુ સંગઠનોના કાર્યકરે શાહી ફેંકી કર્યું મોઢું કાળું