GSTV

અનોખા લગ્ન/ પૂરના કારણે રસ્તો ખોરવાઈ જતાં તપેલામાં બેસીને મંડપ સુધી પહોંચ્યા વર-વધુ, મુહૂર્તના સમયે જ ફેરા લીધાં

Last Updated on October 18, 2021 by Pravin Makwana

કેરળમાં પૂર અને ભારે વરસાદનો કહેર ચાલુ છે. આ વચ્ચે એક કપલએ અનોખી રીતે લગ્ન કર્યા. વર-વધૂ ભોજન બનાવવાના વાસણમાં બેસીને મેરેજ હોલ પહોંચ્યા. આ ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેરળમાં સતત પડી રહેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયુ છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. આના કારણે કુટ્ટનાડ વિસ્તારના રહેવાસી રાહુલ અને એશ્વર્યાના લગ્નમાં ખલેલ પહોંચી ગઈ.

લગ્ન સ્થળમાં કમર સુધી પાણી ભરાઈ ગયુ હતુ. રસ્તા પર ગાડીઓ ચાલી શકતી નહોતી તેમ છતાં કપલએ પહેલાથી નક્કી કાર્યક્રમ અનુસાર જ લગ્ન કરવાનુ નક્કી કર્યુ અને કરીને પણ બતાવ્યુ. પૂરના પાણી છતાં વર અને વધૂ લગ્ન સ્થળ સુધી પહોંચ્યા. તે માટે તેમણે એક મોટા તપેલાનો સહારો લીધો.

બંને નાવની જેમ આ તપેલામાં બેસીને લગ્ન સ્થળ સુધી પહોંચી ગયા. જોકે આ લગ્નમાં ઘણી સીમિત સંખ્યામાં સગા-વ્હાલા સામેલ થયા હતા. પૂર અને વરસાદની વચ્ચે થયેલા આ લગ્ન સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.

કેરળમાં પૂરનો કહેર

કેરળમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ઘણી ખરાબ છે. રાજ્યના કેટલાક જિલ્લામાં થઈ રહેલો સતત વરસાદ, પૂર અને લેન્ડસ્લાઈડ્સથી અત્યાર સુધી લગભગ 26 લોકોના મોત નીપજ્યા છે. દક્ષિણ અને સેન્ટ્રલ કેરળ સૌથી વધારે પ્રભાવિત થયા છે. કોટ્ટાયમ અને ઈડુક્કીમાં આ વખતે સૌથી વધારે વરસાદ નોંધાયો છે. બંને જિલ્લા વરસાદના કારણે પાણી-પાણી થઈ ગયા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સ્થિતિને ગંભીર જણાવી છે.

READ ALSO

Related posts

પોલ ઓફ પોલ્સ/ યુપીમાં 2017ની સરખામણીએ ભાજપને મોટુ થશે મોટુ નુકસાન, સપાને થશે જબરદસ્ત ફાયદો, જોઈ લો 7 ઓપિનિયન પોલનો નિચોડ

Pravin Makwana

ચિંતાની વાત / કોરોનાનો ભોગ બની રહ્યા છે નાના ભૂલકાઓ, ત્રીજી લહેરની પૂર્વઆગાહીઓ થઇ રહી છે સાચી

GSTV Web Desk

ઓનલાઇન પઝલ / સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સાથે આ પ્રશ્ન, જવાબ આપવામાં તમે પણ ખાઈ જશો થાપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!