GSTV

ડિજિટલ યુગમાં HIGH TECH વર્ગખંડો ધરાવતું કેરળ દેશનું પ્રથમ રાજ્ય, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરાઈ આ સુવિધાઓ

Last Updated on October 14, 2020 by Karan

શિક્ષણનું મહત્વને નકારી શકાય નહીં. સાક્ષરતાના મામલામાં દેશમાં ટોચ પર રહેલું કેરળ રાજ્ય હવે તેના નામ સાથે બીજી સિધ્ધિ જોડી દીધી છે. કેરળની તમામ સરકારી શાળાઓને સંપૂર્ણ ડિજિટલ એટલે કે હાઇટેક બનાવવામાં આવી રહી છે. આની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

અભ્યાસના ડિજીટલ બંધારણ સહિત સુવિધાઓ માટે 595 કરોડનો કર્યો છે ખર્ચ

કોરોનાવાયરસએ શિક્ષણના નવા સ્તરો સ્થાપિત કર્યા છે. ઓનલાઇન વર્ગોએ હવે સામાન્ય વર્ગખંડના અભ્યાસનું સ્થાન લઈ લીધું છે. બાળકો હવે બ્લેક બોર્ડ અને ક્લાસરૂમના અભ્યાસ પર આધાર રાખ્યા વિના લેપટોપ વગેરે લઇને તેમના ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે. અનલોક કરવાની પ્રક્રિયામાં શાળાઓ ખુલી રહી છે અને તે જ સમયે નવી તૈયારીઓ પણ ચાલી રહી છે. આ બધાની વચ્ચે કેરળે તેની શાળાઓને હાઇ ટેક બનાવવાની જાહેરાત કરી દીધી છે. કેરળની રાજ્ય સરકારે દાવો કર્યો છે કે હવે 16 હજાર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ હાઇ ટેક વર્ગખંડો અને પ્રયોગશાળાઓથી સજ્જ હશે. સરકારે આ માટે 595 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા છે.

વિદ્યાર્થીઓને મળશે વિશેષ સુવિધાઓ

કેરળની પી વિજયન સરકારે સ્કૂલોમાં ડિજિટલ શિક્ષણ માટે રાજ્યની 4,752 માધ્યમિક શાળાઓના 45 હજાર વર્ગખંડોને અપગ્રેડ કર્યા છે. રાજ્યની 11,275 પ્રાથમિક શાળાઓમાં અત્યાધુનિક લેબ્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી કહે છે કે સરકારની યોજના અંતર્ગત શાળાઓને લેપટોપ, પ્રોજેક્ટર, વેબકેમ અને પ્રિંટરની સાથે ત્રણ લાખથી વધુ ડિજિટલ ડિવાઇસ આપવામાં આવ્યા છે. આ સાથે જ શાળાઓમાં સ્ટુડિયો પણ બનાવવામાં આવ્યા છે.

93.91 ટકા સાક્ષરતા સાથે કેરળ દેશમાં છે સૌથી અવ્વલ

એ તો બધા જ જાણે છે કે કેરળ રાજ્ય શિક્ષણની બાબતમાં અન્ય રાજ્યોથી હંમેશા આગળ રહ્યું છે. હવે આ રાજ્યને દેશનું પહેલું એવું રાજ્ય બનવાની સિદ્ધિ તરફ જઈ રહ્યું છે, જ્યાં પ્રાથમિક શિક્ષણમાં 100 ટકા સાક્ષરતા પ્રાપ્ત કરી છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી દર્શાવે છે કે કેરળ રાજ્યના કુલ 93.91 ટકા લોકો સાક્ષર છે. કેરળ એવું પહેલું રાજ્ય છે જ્યાં મોટાભાગની શાળાઓ અને કોલેજોનું સંચાલન પણ રાજ્ય સરકાર કરે છે.

READ ALSO

Related posts

SBI ના ગ્રાહક છો તો ધ્યાન આપશો/ ખાતામાં ઓછા બેલેન્સથી થશે નુકસાન, ATM લેવડ દેવડ ફેલ થયું તો લાગશે પેનલ્ટીઃ આ રીતે બચજો

Harshad Patel

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!