GSTV
India News Photos Trending

ઉબડખાબડ રસ્તાની વચ્ચે દુલ્હને કરાવ્યું હટકે ફોટોશૂટ, ક્રિએટિવિટીએ લોકોને ચોંકાવ્યા

આમ તો તમે લગ્નના ઘણા ફોટોશૂટ જોયા હશે, પરંતુ કેરળમાં એક દુલ્હનએ અનોખું ફોટોશૂટ કરાવ્યું છે. આ દ્વારા દુલ્હને વિસ્તારની મોટી સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યું છે. જે હવે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

ખરેખર, કેરળમાં એક યુવતી દુલ્હનના ડ્રેસમાં રસ્તા પર ચાલતી જોવા મળે છે. આજુબાજુના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. તે ખાડાઓ ગંદા વરસાદી પાણીથી ભરેલા છે.

જે જગ્યાએ આ ફોટોશૂટ કરવામાં આવી રહ્યું છે ત્યાં દૂર દૂર સુધી રસ્તા પર ઘણા ખાડાઓ જોવા મળી રહ્યા છે.

દુલ્હન આ ખાડાઓને ટાળીને આગળ વધી રહી છે. ખાડાઓ ગંદા પાણીથી ભરેલા છે, પરંતુ ફોટોશૂટ કરી રહેલા ફોટોગ્રાફર તેમને આગળ વધવા માટે સતત ઇશારો કરતો જોવા મળે છે.

આ ફોટોશૂટનો વીડિયો અને ફોટો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ Arrow_weddingcompany દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સાથે એક કેપ્શન પણ લખવામાં આવ્યું છે. ‘રસ્તાની વચ્ચે દુલ્હનનું ફોટોશૂટ’.

ભારતમાં રસ્તાઓની દુર્દશા કોઈનાથી છુપી નથી. રસ્તાઓમાં ખાડાઓને કારણે ઘણી વખત અકસ્માતો સર્જાય છે, પરંતુ સ્થિતિ સુધરવાને બદલે જેમની તેમ જ રહે છે. આવી સ્થિતિમાં કેરળની આ દુલ્હને આ સમસ્યાને ઉજાગર કરતું અનોખું ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV