GSTV

VIDEO: લગ્નના દિવસે જ કોરોના પોઝિટીવ થઈ દુલ્હન, કોવિડ કેરમાં સજીધજીને યુવતીએ કર્યા લગ્ન

કેરલના એક કોવિડ કેર સેન્ટરમાં ગુરૂવારે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જ્યાં એક યુવતી પોતાના લગ્નને ખૂબ જ મિસ કરી રહી હતી. ફાઝિયા નામની આ મહિલાને બુધવારના રોજ મટ્ટનચેરી ટાઉન હોલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં ભરતી કરાવી હતી. લગ્નના એક દિવસ પહેલા જ કોરોના પોઝિટીવ આવતા તેને હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. દુલ્હનનો હલ્કો તાવ આવતા તેને ટેસ્ટ કરાવ્યો હતો, બાદમાં તે કોરોના પોઝિટીવ થઈ હતી. જે બાદ તેને કોવિડ કેર સેન્ટરમાં ભરતી કરાવી હતી.

દુલ્હન સાથે વાત કરતા તેણે જણાવ્યુ હતું કે, હું લગ્નના કપડા ખરીદવા માટે બહાર જવાની હતી, ત્યારે જ મને ખબર પડી કે, મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફાઝિયા કોરોનાગ્રસ્ત દર્દી છે. તેને સારવાર માટે ફર્સ્ટ લાઈન ટ્રીટમેંન્ટ સેન્ટરમાં ભરતી કરાઈ છે. તેના પરિવારે લગ્નના આ કાર્યક્રમને ટાળવા માગતા નથી. કારણ કે, નિકાહમાં દુલ્હનનું હોવું અતિ જરૂરી છે.

ત્યારે હવે શું થાય તે વિચારી લગ્નના દિવસે કોવિડ કેર સેન્ટરમાં સજીધજીને બેસી ગઈ. નજીકની મસ્જિદમાં નિકાહ ચાલુ થયો, દુલ્હન માટેના આ સ્પેશિયલ દિવસને લોકોએ કોવિડ કેર સેન્ટરમાં સ્પેશિયલ બનાવ્યો. આ લોકોને દુલ્હન માટે એક ખાસ પાર્ટીનું પણ આયોજન કર્યું.

ખાસ વાત તો એ છે કે, ત્યાં હાજર રહેલા અન્ય દર્દીઓને ખબર નહોતી કે, તેના નિકાહ છે. જો કે, લગ્નમાં તેમની હાજરી જરૂરી નહોતી. લોકોએ દુલ્હનને ખુશ કરવા માટે ઓપ્પાના પાર્ટી પણ રાખી, તમામ લોકોએ ખૂબ એન્જોય કર્યું.

હાર્ટ ટચિંગ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં દર્દીઓ પણ ફાઝિયાની આજૂબાજૂમાં નાચી રહ્યા છે અને ગીતો ગાઈ રહ્યા છે.

READ ALSO

Related posts

સુશાંતના મિત્રએ બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી, દિશા સાલિયાન કેસમાં CBI તપાસની કરી માગ

Mansi Patel

મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને પણ મળશે LTC કેશ વાઉચરનો લાભ

Mansi Patel

PUBG Mobileના ફેન્સને લાગશે મોટો ઝટકો, આજથી ભારતમાં નહી રમી શકો આ ગેમ: કંપનીએ કર્યો આ ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!