ભાજપે કેરળમાં પોતાની તાકાત વધારવા માટે મેટ્રોમેન ઈ. શ્રીધરનને લીધા પછી હવે ખ્યાતનામ દોડવીર પી.ટી. ઉષાને લઈ આવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો ઉષાએ ભાજપમાં જોડાવાની તૈયારી પણ બતાવી છે. અમિત શાહે ઉષા સાથે વાત કરી હોવાનો પણ તેમનો દાવો છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરીને સાંસદ બનાવાશે
ઉષા કેરળ વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાઈ જશે અને ભાજપનો પ્રચાર કરશે. ભાજપ ઉષાને કેરળ વિધાનસભાની ચૂંટણીમાં નથી ઉતારવાની પણ આવતા વર્ષે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરીને સાંસદ બનાવાશે. આવતા વર્ષે રાજ્યસભામાંથી રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટેડ સાત સભ્યો નિવૃત્ત થવાના છે. આ પૈકી એક બેઠક ઉષાને આપી દેવાશે.

ઉષાના આગમનથી શહેરી વિસ્તારોમાં ભાજપને ફાયદો થશે
ઉષા લાંબા સમયથી ભાજપના સમર્થનમાં ટ્વિટ્સ કરે છે. કૃષિ કાયદા તથા સીસીએ સહિતના મુદ્દે પણ તેમણે ખુલ્લેઆમ મોદી સરકારની તરફેણ કરી છે. ભાજપ માને છે કે, ઉષાના આગમનથી શહેરી વિસ્તારોમાં ભાજપને ફાયદો થશે. શહેરી હિંદુ ડાબેરીઓની મતબેંક મનાય છે ને તેમાં ગાબડુ પાડવા ભાજપ કેટલાક મલયાલમ ફિલ્મ સ્ટાર્સને પણ ખેંચી લાવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા