GSTV

Tourism / ગાડીમાં ફરો, ગાડીમાં જમો, ગાડીમાં જ ગૂડનાઈટ : કેરળ સરકારે રોકાણકારો માટે જાહેર કરી નવી સબસિડી અને સુવિધા

Tourism

Last Updated on September 15, 2021 by Lalit Khambhayata

કોરોના મહામારી પછીના વિશ્વમાં પ્રવાસન સ્થળો અંગે પ્રવાસીઓની અગ્રતા બદલાઈ છે અને તેમની માગ પણ વધી છે ત્યારે કેરળે આજે સર્વગ્રાહી, હિસ્સેદારોને સાનુકૂળ એવી ‘કારવાં પ્રવાસન નીતિ’ની જાહેરાત કરી હતી, જે પ્રવાસન-Tourism સ્થળો પર પ્રવાસીઓને સલામત, તેમની જરૂરિયાતોને અનુરૂપ અને પ્રકૃતિની નજીક આવવાનો અનુભવ પૂરો પાડશે. પ્રવાસન અંગેની નવી નીતિની જાહેરાત કરતાં કેરળના પ્રવાસન મંત્રી પી. એ. મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારે હાઉસબોટ પ્રવાસનને પ્રોત્સાહન આપ્યાના ત્રણ દાયકા પછી પ્રવાસન ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. આ હાઉસબોટ મૂલાકાતીઓને એક અભૂતપૂર્વ અનુભવ પૂરો પાડતી હતી અને તેણે કેરળને એક મહત્વનું વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.’ કારવાં પ્રવાસન અંગેની નીતિ રાજ્યમાં કારવાં સંચાલકોને આકર્ષક રોકાણ સબસિડી ઓફર કરે છે. રિયાસે જણાવ્યું હતું કે, ‘1990ના દાયકાથી લોન્ચ થયેલા કેરળના અન્ય સફળ પ્રવાસન ઉત્પાદનોની જેમ કારવાં પ્રવાસન પણ પીપીપી મોડ પર વિકસાવવામાં આવ્યું છે, જેમાં ખાનગી રોકાણકારો, ટૂર ઓપરેટર્સ અને સ્થાનિક કોમ્યુનિટી મહત્વના હિસ્સેદારો છે.’ તેમણે જણાવ્યું હતું કે, કારવાં સંચાલકોને રોકાણ સબસિડી આપવામાં આવશે, જેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે.

પ્રવાસન કારવાં આરામદાયક રોકાણ માટેની બધી જ સુવિધાઓ ધરાવતો હશે, જેમાં સોફા-કમ-બેડ, ફ્રીજ અને માઈક્રોવેવ ઓવન, ડાઈનિંગ ટેબલ સાથે રસોડું, ટોઈલેટ ક્યુબિકલ, ડ્રાઈવરની પાછળ પાર્ટીશન, એર કન્ડિશનર, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, ઑડિયો-વીડિયો સુવિધા, ચાર્જિંગ સિસ્ટમ અને જીપીએસ સહિતની બધી જ અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. કારવાં પાર્ક પ્રવાસીઓને કોઈપણ પરેશાનીઓથી મુક્ત અને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડતો સંપૂર્મ સલામત વિસ્તાર હશે, જે કમ્પાઉન્ડ દિવાલ, પર્યાપ્ત સલામતી અને સુરક્ષા વ્યવસ્થા, પેટ્રોલિંગ અને સર્વેલન્સ કેમેરા જેવી જરૂરી સુવિધાઓથી સજ્જ હશે. પાર્ક ઓથોરિટી મેડિકલ ઈમર્જન્સી માટે સ્થાનિક વહીવટી તંત્ર અને મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ સાથે અસરકારક સંકલન જાળવી રાખશે.

રાજ્યના પ્રવાસન મંત્રીએ ઉમેર્યું હતું કે, ‘આ નીતિ હેઠળ કેરળમાં કારવાં પ્રવાસનને પ્રોત્સાહન અને તેના વિકાસ માટે વ્યાપક માળખું ઘડી કાઢવામાં આવશે, જેમાં કારવાંની ખરીદીને પ્રોત્સાહન મારફત ખાનગી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે તેમજ કારવાં પાર્કની સ્થાપના અને તેના સંચાલન તથા મંજૂરી માટે પ્રક્રિયા ઘડી કાઢવામાં આવશે.’

‘કારવાં પ્રવાસન સ્થાપિત સ્થળોના પ્રચારની સાથે અનેક અજાણ્યા સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર રાજ્યની પ્રવાસન સંભાવનાઓનો લાભ લેવા રાજ્યના સર્વગ્રાહી અભિગમ પર ભાર મૂકે છે. ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાયેલી આ નીતિ હેઠળ પ્રત્યેક વણખેડાયેલા સ્થળ સુધી પ્રવાસીઓની પહોંચને સુલભ બનાવાશે,’ તેમ કેરળ પ્રવાસનના અધિક મુખ્ય સચિવ ડૉ. વેણુ વી., આઈએએસ,એ જણાવ્યું હતું. રાજ્યની કારવાં પ્રવાસન નીતિના બે મુખ્ય ઘટક તત્વો પ્રવાસન કરાવાં અને કારવાં પાર્ક છે. પ્રવાસન કારવાં પ્રવાસ, વૈભવી રોકાણ માટે વિશેષ રૂપે તૈયાર કરાયેલા વાહનોનો સમાવેશ થાય છે જ્યારે કારવાં પાર્ક નિશ્ચિત સ્થળ છે, જ્યાં મુલાકાતીઓ વાહનો પાર્ક કરી શકશે અને અજાણ્યા સ્થળો પર પ્રકૃતિ સાથે સમય પસાર કરવા એક રાત અથવા એક દિવસ અથવા નિશ્ચિત સમય પસાર કરી શકશે.

કારવાં પ્રવાસન સ્થાનિક ઉત્પાદનો માટે ઈકો-ફ્રેન્ડલી પ્રવૃત્તિઓ અને બજારને પ્રોત્સાહન આપવા સ્થાનિક સમાજના લાભ માટે તથા અવિરત વૃદ્ધિ માટે જવાબદાર પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પણ આપશે. ‘કેરળના કુદરતી સૌંદર્ય અન પ્રવાસન માટે સાનુકૂળ સંસ્કૃતિના વારસાને આગળ વધારતાં કારવાં પ્રવાસન માટે રાજ્યમાં વ્યાપક તકો રહેલી છે. પ્રવાસીઓ માટે તાજગીસભર અનુભવ પૂરો પાડવા ઉપરાંત સ્થાનિક સમાજોને મૂલાકાતીઓ સમક્ષ તેમની સંસ્કૃતિ અને ઉત્પાદનો દર્શાવવાની નોંધપાત્ર તક મળશે,’ તેમ કેરળ પ્રવાસનના ડિરેક્ટર વીઆર. ક્રષ્ણન તેજા (આઈએએસ)એ જણાવ્યું હતું.

પર્યાવરણને સાનુકૂળ હોવું એ કારવાં પ્રવાસનનું સૌથી મહત્વનું ફીચર છે. કારવાં પ્રવાસનના વાહનો ભારત સ્ટેજ-6થી સજ્જ હશે. મહેમાનોની સંપૂર્ણ સલામતીની ખાતરી આપતાં કારવાંના વાહનો પર આઈટી સક્ષમ રીયલ ટાઈમ નિરીક્ષણ રાખવામાં આવશે. સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ નિયમો અનુસાર રાજ્યના મોટર વાહન વિભાગ દ્વારા નિશ્ચિત કરાયેલી પ્રક્રિયાના આધારે કારવાંની કામગીરી માટે ફૂલ-પ્રૂફ અપ્રૂવલ મિકેનિઝમ પણ ગોઠવવામાં આવી છે.

કારવાં પાર્ક ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર અથવા સંયુક્ત ક્ષેત્ર દ્વારા વિકસાવવામાં આવ્યા છે. પાર્કનું માળખું સ્થળે સ્થળે અલગ હશે. જોકે, તેના મૂળભૂત લક્ષણો એક સમાન હશે. કારવાં પાર્ક માટે પાંચ વાહનો પાર્ક થઈ શકે તેવી સુવિધા સાથે જમીનની જરૂર પડશે. પાર્કની ડિઝાઈન સ્થળ પર ઓછામાં ઓછા ફેરફારની જરૂર પડે તે રીતે તેની આજુબાજુના વાતાવરણને અનુરૂપ હોવી જોઈએ. પ્રાઈવસી, ગ્રીન કવરને ધ્યાનમાં લઈને વૃક્ષારોપણ કરવામાં આવશે અને પવન, ધૂળ અને ઘોંઘાટ જેવા અન્ય પરીબળોને પણ ધ્યાનમાં લેવાશે.

પર્વતીય અને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં કારવાં પાર્કોએ સ્થાનિક વારસાને અનુરૂપ રચનાત્મક આર્કિટેક્ચરનો સમાવેશ કરવો પડશે. આ પાર્ક્સમાં પર્યાપ્ત જળસંગ્રહ સુવિધા જરૂરી રહેશે. વધુમાં મનોરંજન, ફોરકોર્ટ, ડ્રાઈવ-ઈન વિસ્તારો અને ટર્નિંગ સર્કલ્સ માટે પર્યાપ્ત ખૂલ્લી જગ્યા હોવી જરૂરી છે. પાર્કમાં સુવિધાઓ અને ઉપલબ્ધ સેવાઓની મુલાકાતીઓને માહિતી આપવા પ્રવાસન સુવિધા કેન્દ્રો હશે.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર / દગો આપવામાં નંબર-1 હોય છે આ 3 રાશીના લોકો, તમારા ગ્રુપ સર્કલમાં તો નથીના?

Zainul Ansari

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!