GSTV
Gujarat Government Advertisement

Viral / એમ્બ્યુલન્સની સ્પીડ જોઇને આંખે અંધારા આવી જશે, ખીચ્ચોખીચ ટ્રાફિક વાળા રસ્તા પરથી ડ્રાઇવરે જે રીતે નચાવી ગાડી, જોવા જેવો છે Video

એમ્બ્યુલન્સ

Last Updated on March 31, 2021 by Bansari

જો તમે સાંભળ્યું હોય કે, ભીડમાં એમ્બ્યુલન્સ ફસાઇ ગઇ અથવા તો ટ્રાફિકમાં એમ્બ્યુલન્સને જગ્યા નથી મળી રહી, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો છવાઇ ગયો છે જેને જોયા બાદ તમારી આંખો પહોળી થઇ જશે. એમ્બ્યુલન્સની રફતાર કંઇક એવી હતી કે સારામાં સારી અને ગ્લેમરસ ગાડીઓ પણ ફેલ થઇ જશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કેરળનો છે અને એમ્બ્યુલન્સનો ડ્રાઇવર હોસ્પિટલ તરફ જઇ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સૌકોઇ દંગ રહી ગયા છે.

એમ્બ્યુલન્સ

ભીડભાડ વાળા વિસ્તારમાં એમ્બ્યુલન્સની સ્પીડ

શું તમે ક્યારેય જોયુ છે કે ભીડ વાળા વિસ્તારમાં એમ્બ્યુલન્સ એવી સ્પીડથી જાય કે નજર જ ના પડે. કેરળનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ભીડભાડ વાળા વિસ્તારમાં એમ્બ્યુલન્સ ખૂબ જ સ્પીડમાં આવી અને ચારરસ્તાથી ફટાફટ નાચતા બેધડક નીકળીને ચાલી ગઇ. કેમેરામાં કેદ થયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર લોકો અનેક પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે.

લોકોની આવી રહી છે કમેન્ટ

આ વીડિયો પર યુઝર્સ અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યાં છે. કેટલાંક લોકો કહી રહ્યાં છે કે આ સ્પીડમાં જો દર્દી અંદર હશે તો તે નીચે પડી ગયો હશે. તો કેટલાંક આ સ્પીડમાં ડ્રાઇવરની વાહવાહી પણ કરી રહ્યાં છે. હાલ ભલે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, પરંતુ લોકોનો જીવ બચાવવા માટે દરેક એમ્બ્યુલન્સનો ડ્રાઇવર પોતાનુ બેસ્ટ આપવા માગે છે જેથી દર્દીનો જીવ સમય રહેતા બચાવી શકાય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!