GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

કેરળમાં ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ Corona પોઝીટીવ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ, દેશમાં કુલ 45 કેસ

corona

કેરળમાં ત્રણ વર્ષના બાળકનો રીપોર્ટ Corona પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. કેરળમાં જ Corona ના 9 કેસ નોંધાઈ ચૂક્યા છે. ભારતમાં Corona પોઝીટીવ કેસની સંખ્યા 45 થઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાજ્યોને કોરોના બાબતે ગંભીર થવાની તાકીદ કરી હતી.કેરળમાં એક ત્રણ વર્ષના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. કેરળ ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક અને જમ્મુમાં એક-એક કેસ નોંધાયા હતા. એક દિવસમાં દેશભરમાં કુલ છ Corona પોઝીટીવ કેસ નોંધાયા હતા.

સ્વાસ્થ્ય વિભાગે આંકડા જાહેર કરીને કહ્યું હતું કે પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં એક શંકાસ્પદ કેસમાં દર્દીનું મોત થયું હતું એ દર્દીનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એટલે કે હજુ સુધી સદનસીબે દેશમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી એવો સ્વાસ્થ્ય વિભાગે દાવો કર્યો હતો. અિધકારીઓએ કહ્યું હતું કે જેમના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેમની છેલ્લાં દિવસોની ટ્રાવેલ જર્ની વિશે તપાસ ચાલી રહી છે. તેના આધારે અન્ય લોકોના પણ સેમ્પલ લઈને તપાસ આગળ વધારાશે.

corona

દેશની 46 લેબમાં Corona ની ચકાસણી

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સીનિયર સ્વાસ્થ્ય અિધકારીઓ સાથે બેઠક કરીને પાટનગરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તે સિવાય આખા દેશમાં કેવાં પગલાં ભરાઈ રહ્યા છે તેની સમીક્ષા પણ થઈ હતી.ડૉ. હર્ષવર્ધને રાજ્યોને સમયસર પગલાં ભરવાની તાકીદ કરી હતી. કોરોનાથી દેશમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી તે બાબતે મંત્રીએ ભગવાનનો આભાર માન્યો હતો. ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે દેશમાં દેશની 46 લેબમાં કોરોનાની ચકાસણી થાય છે. 30 એરપોર્ટમાં સ્કેનિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

Coronaના 45 કેસ પોઝીટીવ

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 3003 શંકાસ્પદ લેવાયા છે, એમાંથી 2694 સેમ્પલનું પરિણામ નેગેટિવ રહ્યું હતું. 45 કેસ પોઝીટીવ રહ્યા હતા અને તે સિવાયના સેમ્પલનું રીઝલ્ટ આવવાનું હજુ બાકી છે.કોરોના ફેલાતો અટકાવવા માટે સરકારે વિવિધ પગલાં ભર્યા હતા. એમાં કોલરટયૂનનો પણ સમાવેશ થતો હતો. મોટાભાગના મોબાઈલમાં કોરોનાથી સાવધાન રહેવાનો મેસેજ આપતી કોલરટયૂન સેટ કરવામાં આવી હતી. અમુક કંપનીઓને તાકીદ કરાયા પછી ટેલિકોમ કંપનીઓએ યુઝર્સના મોબાઈલમાં ફોન જતાં પહેલાં મેસેજ સેટ કર્યો હતો. સરકારે બધી જ ભાષામાં ગાઈડલાઈન પણ જાહેર કરી હતી.

કોરોનાગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે વાયુસેનાનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાન રવાના થયું હતું. વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ વિમાન ઈરાન જઈને ભારતીયોને પાછા લાવવાની કામગીરી પૂરી કરશે. લગભગ 2000 જેટલાં ભારતીયો ઈરાનમાં રહેતા હોવાનો અંદાજ છે. અગાઉ મહાન એરલાઈન્સનું એક વિમાન 300 ભારતીયોના સેમ્પલ લાવ્યું હતું. એનું ટેસ્ટિંગ થયા પછી તેમને પાછા લવાશે.

કર્ણાટકની હોસ્પિટલમાંથી લાપતા દર્દી ઘરેથી પકડાયો

દુબઈથી કર્ણાટક પહોંચેલા એક શંકાસ્પદ કેસમાં રીપોર્ટ હોલ્ટ ઉપર મૂકવામાં આવ્યો હતો. તેના શરીરમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા એટલે તેને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રખાયો હતો, પરંતુ એ અચાનક ક્યાક ગુમ થઈ ગયો હતો. એ ગુમ થયો પછી તેની શોધખોળ આદરવામાં આવી હતી. તેના ઘરની આસપાસ ખાસ વોચ ગોઠવાઈ હતી. એ ઘરે પહોંચ્યો કે તરત જ તેને હોસ્પિટલ ભેગો કરાયો હતો. હોસ્પિટલના કહેવા પ્રમાણે એ દર્દીએ સતત દલીલો કરીને તેને કોરોના ન હોવાનું કહ્યું હતું. સતત હોસ્પિટલના સ્ટાફને રજા આપવા અંગે પૂછતો હતો. બે દિવસ સુધી રજા ન મળી એટલે હોસ્પિટલમાંથી ચાલ્યો ગયો હતો એવું તેણે કહ્યું હતું.

Read Also

Related posts

ચીનને જવાબ આપવા ભારત બધા મોરચે સજ્જ, લદ્દાખમાં ઈમરજન્સી લેન્ડિંગ રોડનું નિર્માણ થયું શરૂ

pratik shah

ભારતે પણ કરી ચીન સામે યુદ્ધની તૈયારી : છેક LAC પાસે ઉતારશે ફાયટર જેટ, બોફોર્સ આર્ટિલરી થશે તૈનાત

Mansi Patel

રૂપાણી સરકારની નંબર ગેમ: 25 દિવસમાં રિકવરી રેટ 12થી વધીને 50 ટકા થઇ ગયો, મૃત્યુદર ઘટાડવામાં ફેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!