આ ગામમાં 27 વર્ષથી કોઇ પુરૂષ નથી તો પણ મહિલાઓ પ્રેગનેન્ટ થઇ રહી છે

દરેક છોકરીનું સ્વપ્ન માતા બનવાનું હોય છે. પણ એક બાળકના જન્મ માટે મહિલા અને પુરૂષ વચ્ચે શારીરિક સંબંધ બંધાવા જરૂરી છે. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે શારીરિક સંબંધો બંધાય ત્યારબાદ મહિલા ગર્ભવતી થાય અને સંતાનનો જન્મ થાય છે. આ એક સાયન્ટીફિક વ્યાખ્યા છે. પણ દુનિયામાં એક એવું ગામ પણ છે જ્યાં માત્ર સ્ત્રીઓ રહે છે અને તે પણ પ્રેગનેન્ટ થાય છે. આશ્ચર્યની વાત છે કે જે ગામમાં માત્ર મહિલાઓ રહેતી હોય તે કેવી રીતે પ્રેગનેન્ટ થઇ શકે ? ઉપરથી અહીં પુરૂષોના આવવા પર પ્રતિબંધ છે !

દુનિયાનું આ એક એવું ગામ છે જ્યાં છેલ્લા 27 વર્ષથી કોઇ પુરૂષે પ્રવેશ નથી કર્યો. તોપણ ગામમાં રહેનારી મહિલાઓ પ્રેગનેન્ટ થાય છે. કેન્યાના સમબુરૂમાં અમોઝા નામનું એક ગામ આવેલું છે. આ ગામને ત્યાંના લોકો રહસ્યમયનું તખલ્લુસ વધારે આપે છે. કારણ કે ત્યાં 27 વર્ષથી કોઇ પણ પુરૂષ નથી આવ્યો.

ગામનો નિયમ છે કે રાતના સમયે મહિલાઓ બહાર નીકળે છે. અને ગામની બહાર જઇ પોતાના મનપસંદ પુરૂષ સાથે શારીરિક સંબંધ બાંધે છે. શારીરિક સંબંધ બાંધ્યા બાદ તે ફરી પોતાના ગામમાં આવી જાય છે. જોકે તે પુરૂષને બાદમાં ગામમાં આવવાનો અધિકાર નથી. જો પુત્રનો જન્મ થાય તો તેને પણ એક આયુ સુધી જ ગામમાં રાખવામાં આવે છે.

1990માં બ્રિટીશ સૈન્યએ ત્યાં ધામા નાખ્યા હતા. જેમણે ત્યાંની મહિલાઓ સાથે રેપ કર્યો હતો. પરિણામે મહિલાઓને તેમના પતિએ સ્વીકારવાની મના કરી દીધી. મહિલાઓએ પોતાનું સ્વતંત્ર ગામ બનાવ્યું. જેનું નામ અમોઝા છે. અહીં માત્ર મહિલાઓ જ રહી શકે છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter