GSTV
Home » News » કેન્યાના સાંસદને ઈમાનદારી માટે સલામ, 30 વર્ષ પછી પણ 200 દેવું ચૂકવવા આવ્યા પાછા

કેન્યાના સાંસદને ઈમાનદારી માટે સલામ, 30 વર્ષ પછી પણ 200 દેવું ચૂકવવા આવ્યા પાછા

ઈમાનદારીના ઉદાહરણ તો અત્યાર સુધીમાં અનેક સાંભળવા મળ્યા હશે, પરંતુ આ ઘટના વિશે જાણી તમને આશ્ચર્ય થશે. આ ઘટના એવી છે કે 30 વર્ષ પહેલા લીધેલા 200 રૂપિયા ચુકવવા કેન્યાના સાંસદ ઔરંગાબાદ પહોંચ્યા હતા.

ઔરંગાબાદના રહેવાસી 70 વર્ષીય કાશીનાથ આ ઘટનાથી ભાવુક થયા જ્યારે કેન્યાના સાંસદ તેના ઘરે પહોંચી ગયા હતા. કેન્યાના સાંસદએ કાશીનાથ ગવલીને 200 રૂપિયા ચુકવવાના હતા. આ 200 રૂપિયા તેમણે 30 વર્ષ પહેલા ઉધાર લીધા હતા.

આ રકમ ચુકવવા માટે તે કેન્યાથી ઔરંગાબાદ પહોંચ્યા હતા. આ સાંસદનું નામ રિચર્ડ ટોંગઈ છે જે કેન્યાથી દૂર નારીબરી ચચે વિસ્તારના સાંસદ છે. રિચર્ડ 1985થી 89 સુધી તેઓ ઔરંગાબાદના એક સ્થાનીય કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ જ્યારે કેન્યા પરત ફર્યા ત્યારે તેમણે 200 રૂપિયા લીધા હતા.

તે સમયે ગવની કરીયાણાની દુકાન ચલાવતા. કેન્યાના સાંસદએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારે તેમણે તેની મદદ કરી હતી. તે દિવસે જ તેમણે નક્કી કર્યુ હતું કે તે ભારત આવશે અને તે વ્યક્તિનો આભાર માની અને કરજ ચુકવશે.

Read Also

Related posts

એક શહેર જ્યાં રાતના સમયે ઘર ઉપર પડે છે પથ્થર, માનવામાં આવે છે ભૂત-પ્રેત હોઈ શકે

Dharika Jansari

માછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ

Path Shah

માથા પર ટોપલું છે કે દોરડું નહી ઓળખી શકો, જાણો શા માટે ચર્ચામાં છે આ શખ્સ!

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!