GSTV

કેન્યાનો આ સાધારણ માણસ છવાયો સોશિયલ મીડિયા પર, કારનામા વાંચશો તો ચોંકી જશો

કેન્યાના નિકોલસ મુચામીએ. નિકોલસે એકલા હાથે 1 કિમી લાંબો રસ્તો બનાવ્યો છે. મુચામીએ બનાવેલા રસ્તાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સાહસિક કાર્ય માટે તેના વખાણ લોકો કરી રહ્યા છે. નિકોલસ આ કામ કર્યા બાદ તેના ગામ માટે હીરો બની ગયો છે.

નિકોલસએ પોતાના ગામ અને કેગાંડા શોપિંગ સેન્ટરને જોડતો એક કિમીનો રસ્તો જાતે બનાવ્યો છે. 45 વર્ષીય નિકોલસ મજૂરી કરી અને કમાણી કરતો વ્યક્તિ છે. જો કે રસ્તો બનાવવા માટે તેણે મજૂરી કામ પણ છોડી દીધુ હતું. નિકોલસએ આ રસ્તો માત્ર 6 દિવસમાં બનાવી લીધો છે. તે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રસ્તો બનાવવાનું કામ કરતો રહેતો. નિકોલસે એક મુલાકાત દરમિયાન જણાવ્યું કે આ રસ્તો બનાવવા માટે તેણે નેતાઓને રજૂઆત કરી હતી પરંતુ તેમણે કોઈ કામ કર્યું નહીં એટલે તેણે જાતે જ આ કામ કરવાનો નિર્ણય કરી લીધો.

મુચામીએ જે રસ્તો બનાવ્યો છે તેના કારણે ગામ લોકો સરળતાથી કેગાંડા માધ્યમિક વિદ્યાલય સુધી અને અન્ય જરૂરીયાતના સ્થાન સુધી સરળતાથી પહોંચી શકે છે. જો કે આ રસ્તાના લેવલિંગનું કામ હજુ પૂર્ણ થયું નથી પરંતુ મુચામી તેને પણ ટુંક સમયમાં કરી દેશે.

READ ALSO

Related posts

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada

નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો VIDEO

Mansi Patel

2GBની જગ્યાએ રોજ 4GB ડેટા, Vi ડબલ ડેટા પ્લાન્સમાં મેળવો 336GB સુધીનો ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!