GSTV
Home » News » કેન્દ્રની શાળાઓમાં હિંદીમાં જ પ્રાર્થના કેમ? સુપ્રીમ કોર્ટે મોદી સરકાર પાસે માંગ્યો જવાબ

કેન્દ્રની શાળાઓમાં હિંદીમાં જ પ્રાર્થના કેમ? સુપ્રીમ કોર્ટે મોદી સરકાર પાસે માંગ્યો જવાબ

હવે વેદના આ શ્લોકનો સુપ્રીમ કોર્ટમાં વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં દૈનિક થનારી હિંદી-સંસ્કૃત પ્રાર્થનાઓ પર વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં વેદના શ્લોકોને દૈનિક પ્રાર્થનામાં સામેલ કરાયા તે અંગે સમગ્ર વિવાદ ઉભો થયો છે. વિનાયક શાહે સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી કરી છે.

આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકાર અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને નોટીસ મોકલી પૂછ્યુ છે કે શાળામાં સવારે થનારી દૈનિક હિંદી-સંસ્કૃત પ્રાર્થનાથી કોઈ ધાર્મિક માન્યતાને પ્રાધાન્ય મળી રહ્યું છે? તેના બદલે કોઈ સર્વમાન્ય પ્રાર્થના કેમ કરાવવામાં આવતી નથી? કોર્ટે સરકાર પાસેથી આ તમામ પ્રશ્નોનો જવાબ 4 સપ્તાહ સુધીમાં માંગ્યો છે. કોર્ટ આ અંગે નિર્ણય કરશે કે આનાથી એક ધર્મને પ્રોત્સાહન મળી રહ્યું છે અને બંધારણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે?

વિનાયક શાહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી મુજબ દેશભરમાં છેલ્લા 50 વર્ષોમાં 1125 કેન્દ્રીય વિદ્યાલયોની પ્રાર્થનામાં શ્લોકો સામેલ છે. આ પ્રાર્થનામાં વધુ શ્લોકો સામેલ થયા છે. જેમાં એકતા અને સંગઠિતતાનો સંદેશ છુપાયેલો છે. જેમકે ઓમ સહનાવવતુ, સહનૌ ભુનક્તુ:સહવીય કરવાવહૈ. તેજસ્વિના વધીમસ્તુ મા વિદ્ધિષાવહૈ! આ મંત્ર ભોજન સાથે સંબંધિત છે, જમ્યા પહેલા આ મંત્ર ગાવામાં આવે છે.

આ ખંડપીઠની આગેવાની કરનારા જસ્ટિસ આરએફ નરીમાને કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ બંધારણીય મુદ્દો છે. એડવોકેટ વિનાયક શાહે આ અરજી દાખલ કરી છે, જેના બાળકોએ કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્ત કરી છે. અહીં જણાવવાનું કે ફક્ત કેન્દ્રીય વિદ્યાલયોમાં જ નહીં, પરંતુ રાજ્યની ઘણી બધી સરકારી અને પ્રાઈવેટ શાળામાં સવારે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બધા ધર્મ અને સંપ્રદાયના બાળકોએ આ પ્રાર્થના કરવાની હોય છે અને સવારની પ્રાર્થનામાં ભાગ લેવો જરૂરી હોય છે. આ સાથે પ્રાર્થનામાં ઘણા બધા સંસ્કૃત શબ્દો સામેલ હોય છે.

વિનાયક શાહે કહ્યું કે, શાળામાં થતી પ્રાર્થના બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. બંધારણ ભારતના દરેક નાગરિકને પરવાનગી આપે છે કે તેઓ પોતાના ધર્મનું પાલન કરે. તેમણે કહ્યું કે, રાજ્યની કોઈ પણ શાળા એક ધર્મને પ્રોત્સાહિત કરી શકતી નથી.

Related posts

દિલ્હીની હાર પર RSSની ભાજપને ચેતવણી, મોદી અને શાહ હંમેશાં મદદ ન કરી શકે

Mayur

No Entry : ટ્રમ્પના કાફલામાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કાર ‘OUT’

Mayur

ટ્રમ્પના રોડ શો દરમિયાન રૂટ પર જશો એટલે તુરંત જ તમારો મોબાઈલ બંધ થઈ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!