GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ગણિતો બદલાયા/ કેજરીવાલની એન્ટ્રી અને પાટીદારોનો પાવર ભાજપ પર ભારે પડશે?, સરકાર સામે છે એન્ટિઇન્કમ્બસીનો માહોલ

ભાજપ

ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળા રહ્યો છે. રાજ્યમાં અત્યારથી જ આગામી વર્ષે આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીના ભણકારા સંભળાઇ રહ્યા છે. રાજ્યની રાજનૈતિક પાર્ટીઓ અને નેતાઓ અત્યારથી ચૂંટણીની તૈયારીઓમાં લગ્યા છે. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામશે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ જ નહીં, આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. ભાજપે કમલમમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે.

આ બધા વચ્ચે હવે આવતી કાલે આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. સુરતમાં આપની દમદાર એન્ટ્રી બાદ કેજરીવાલ માટે ગુજરાતમાં તક છે. આ જ કારણસર અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પાર્ટીની જમીન મજબૂત કરવા માટે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ અંદરો અંદરના વિખવાદમમાંથી ઉંચી નથી આવતી. કોંગ્રેસનું પ્રદર્શન દર વર્ષે કથળતું જાય છે, ત્યારે અત્યારે રાજ્યમાં લોકો આમ આદમી પાર્ટીને ભાજપની હરિફ ગણી રહ્યા છે.

ભાજપ

કેજરીવાલના આગમનથી ભાજપમાં ગણગણાટ શરુ

આપની દમદાર એન્ટ્રી અને અત્યાર સુધીના સારા પ્રદર્શન બાદ હવે કેજરીવાલના આગમનથી ભાજપમાં ગણગણાટ શરુ થયો છે. પહેલા તો ગુજરાતી પ્રજા પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નહોતો હવે આપ નામે વિકલ્પ ઉભો થતાં કેજરીવાલ પણ મોદી અને શાહને હોમટાઉનમાં ઘેરવામાં સક્રિય થયા છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર હોવા છતાં પણ ત્યાં સ્વતંત્રતા નથી. મોદી અને શાહે કેજરીવાલને છૂટ આપી નથી. જેનો રાજકીય બદલો તેઓ ગુજરાતમાં લે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો આપ સાથે જોડાય તેવી પણ સંભાવના છે.

ભાજપ

કેજરીવાલની હાજરીમાં અનેક લોકો આપમાં જોડાય તેવી શક્યતા

અત્યાર સુધી એવું હતું કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાતા હતા. જ્યારે છેલ્લા થોડા સમયથી ભાજપના નેતાઓ અને કાર્યકરો આપમાં જોડાઇ રહ્યા છે. આજે પણ અમદાવાદમાં કેજરીવાલની હાજરીમાં અનેક લોકો આપમાં જોડાય તેવી શક્યતા છે. આ સિવાય જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આમ દમી પાર્ટીના અન્ય મોટા નેતાઓ ગુજરાત આવશે.

એક તરફ કોરોનાની સ્થિતિમાં રાજ્યની વર્તમાન ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે, જેના કારણે પ્રજામાં રોષ છે. તો બીજી તરફ ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી માટે 182 સીટનું લક્ષ્ય રાખીને આગળ વધી રહી છે. તો આ તરફ પાટીદાર આગેવાનોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માંગ્યુ છે. રાજકીય ઘમાસાણ વચ્ચે કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે આ બાધા વચ્ચે એવો સવાલ ઉભો થયો છે કે પ્રજાનો રોષ, કેજરીવાલની એન્ટ્રી અને પાટીદારોનો પાવર ભાજપ પર ભારે પડશે?

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV