GSTV
Home » News » મોદી સરકાર ખેડૂતોને પહોંચાડે છે ત્રાસ : પાક વીમા યોજના પર કેજરીવાલનું મોટું નિવેદન

મોદી સરકાર ખેડૂતોને પહોંચાડે છે ત્રાસ : પાક વીમા યોજના પર કેજરીવાલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી કેજરીવાલે મોદી સરકાર ઉપર ખેડૂતોને ત્રાસ પહોંચાડવાનો આરોપ મૂકી વડાપ્રધાન પાક વિમા યોજના (પીએમ એફબીવાઈ) રદ્દ કરવા માંગણી કરી છે. કેજરીવાલે કહ્યું છે કે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને વળતર સરકારે આપવુ જોઈએ નહિં કે વિમા કંપનીઓએ. કેજરીવાલે કહ્યું કે પીએમએફબીવાઈ યોજના તાબડતોબ રદ્દ કરવી જોઈએ અને તે માટે ખેડૂતોના ખાતામાંથી કાપવામાં આવેલી રકમ પરત આવી જોઈએ.

આમ આદમી પાર્ટીના સુપ્રિમો કેજરીવાલે કહ્યું કે અમને આ યોજના સ્વીકાર્ય નથી. આ યોજના માત્ર વિમા કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે શરૂ કરવામાં અાવેલી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ૨૦૧૪ની લોકસભામાં કોંગ્રેસથી લોકો કંટાળી – ઉબકી ગયા હતા એટલે ભાજપાને મત આપ્યો હતો.  ભાજપ કંઈક કરશે તેવી લોકોને આશા હતી પરંતુ ખેડૂતો આજ પણ ત્રાસ સહન કરી રહ્યા એવું કહેવું અસ્થાને નહિં ગણાય કે ખેડૂત આજ સુધીની સહુથી ખરાબ સ્થિતિમાં જીવી રહ્યો છે. ‘આપ’ પાર્ટીના નેતા રામપાલ જાટ  રાજસ્થાનમાં ખેડૂતોની માંગણીઓ માટે ૨૩ ઓકટોબરથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જે ઉપવાસ છોડાવવા રાજસ્થાનના પ્રવાસે આવેલા કેજરીવાલે કહ્યું કે આ લોકો (ભાજપા) ઉપવાસની ભાષા સમજતા નથી, તેઓ ‘મત’ની ભાષા જ સમજે છે. રામપાલજીના ઉપવાસના પારણા કરાવી તેમને ગામડે – ગામડે જઈને ભાજપ વિરૂદ્ધ મત આપવા અપીલ કરવા કહ્યું છે. મારી વાત તેમણે માની તે માટે હું ખૂબ રાજી છું

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ નવાં નામ, નવા રંગ-રૂપ અને નવા નિયમો સાથે દેશમાં ખેડૂતો માટે નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજના લોન્ચ કરાઈ હતી. તહેવારોમાં ખેડૂતોને મહામૂલી ભેટ અપાઈ હોય એમ યોજનાનાં દેશભરમાં વધામણાં કરાયાં હતાં. પાકવીમા યોજનાનો આ સાથે દેશમાં પ્રથમ વાર નહીં પણ ચોથી વાર શુભારંભ થયો છે. ૧૯૮૫માં પાકવીમા યોજના (ઝ્રઝ્રૈંજી) લોન્ચ થઇ ત્યારે પણ સરકારે ખેડૂતો માટે સર્વશ્રેષ્ઠ પાકવીમા યોજના અમલમાં મૂકી હોવાનાં ગુણગાન ગાયાં હતાં, જે યોજનાનું ૧૯૯૭-૯૮માં ફીંડલું વળી ગયું અને નવી પાકવીમા યોજના શરૂ થયાના એક વર્ષમાં સરકાર બદલાઈ ગઈ અને ૧૯૯૯માં નવાં નામ સાથે રાષ્ટ્રીય કૃષિ પાકવીમા યોજના ફરી લોન્ચ થઈ. આ યોજના પણ અધૂરી હોવાથી નવી ગીલ્લી નવા દાવની જેમ સંશોધિત રાષ્ટ્રીય કૃષિ પાકવીમા યોજનાનો આરંભ થયો.

પાકવીમો એટલે ‘પાકનું સુરક્ષાકવચ’ આ અંગે ભાગ્યે જ કોઈ ખેડૂત અજાણ હશે, આમ છતાં ૧૯૮૫થી ૨૦૧૬ એટલે ૩૧ વર્ષમાં માત્ર ૨૩ ટકા વિસ્તાર સુધી પાકવીમા યોજનાનો લાભ પહોંચ્યો છે. આ લખવાનો મતલબ એ છે કે, નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજના ૨૦૧૯ સુધી સરકાર ૫૦ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખે છે,એટલે કે ત્રણ દાયકાની સફર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનાં હાલની સરકાર સોનેરી સપનાં જુએ છે. દેશમાં ૨ કરોડ ખેડૂતો માંડ પાકવીમા યોજનાનો લાભ લે છે. આ સંખ્યા સસ્તા વ્યાજે પાકધિરાણનો લાભ લેતા ખેડૂતોની છે. પાકધિરાણમાં ફરજિયાત વીમો હોવાથી પાકવીમા યોજનાનો આંક ૨ કરોડ ખેડૂતોએ પહોંચ્યો છે. નવી પાકવીમા યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો ૫૦-૫૦ ટકા હિસ્સો રહેશે. હાલમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો હિસ્સો ૫૦-૫૦ ટકા છે. કેન્દ્ર સરકારે બજેટમાં ૫૦ ટકા નાણાં એટલે રૂ. ૪,૫૦૦ કરોડનો કાપ મૂકતાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં પણ રાજ્ય સરકારનો હિસ્સો ૫૦ ટકા થઈ ગયો છે. હવે માત્ર વીમાકંપનીઅોને ફાયદો કરાવતી અા યોજનાથી ખેડૂતો કંટાળ્યા છે.

Related posts

ભારતીય જહાજોની સલામતી માટે, નેવીએ ઓમાનની ખાડીમાં તૈનાત કર્યા બે યુદ્ધજહાજો

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!