GSTV

કેજરીવાલ ભલે ફરી સીએમ બની રહ્યાં છે પણ શીલા દિક્ષિતને નથી હંફાવી શક્યા

Last Updated on February 12, 2020 by Karan

નવી દિલ્હીની વિધાનસભા સીટ. બીજી રીતે મુખ્યમંત્રીની સીટ. સીએમ અરવિંદ કેજરીવાલ સત્તત ત્રીજી વખત આ સીટ પરથી ચૂંટણી લડ્યા છે. અહીં જીત મેળવતા જ અરવિંદ કેજરીવાલ દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના કિર્તીમાનની બરાબરી કરી લેશે. શીલા દીક્ષિત સત્તત ત્રણ વખત આ સીટ પરથી ચૂંટણી લડી મુખ્યમંત્રી રહી ચૂકી છે. આ રેકોર્ડથી અરવિંદ કેજરીવાલ માત્ર શપથ લેવાથી જ દૂર છે. 2013 અને 2015માં કેજરીવાલ શપથ લઈ ચૂક્યા છે. પણ શીલા દીક્ષિતનો હજુ એક એવો રેકોર્ડ છે જેને તોડવા માટે કેજરીવાલે ખૂન પસીનો એક કરવો પડશે.

શીલા દીક્ષિત જ્યારે કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી બની ત્યારે સત્તત 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી હતી. કેજરીવાલને શીલા દીક્ષિતની બરાબરી કરવા માટે હજુ એક ચૂંટણી લડવી પડશે. 2013માં ચૂંટણી જીત્યા બાદ કેજરીવાલ 49 દિવસ માટે દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. 2015માં તેઓ ફરી સીએમ બન્યા. પાંચ વર્ષ બાદ 2020માં ત્રીજી વખત જીતી, જીતની હેટ્રીક નોંધાવી દીધી. હવે જો તેઓ 2025માં પણ ચૂંટણી જીતે છે તો 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે.

શીલા દીક્ષિતે 1998 અને 2003માં વિધાનસભા ચૂંટણી ગોલ માર્કેટથી જીતી હતી. એ પછી ગોલ માર્કેટ વિધાનસભા સીટનું નામ નવી દિલ્હી થઈ ગયું. 2008માં અરવિંદ કેજરીવાલે નવી દિલ્હીનું ફરી પ્રતિનિધિત્વ કર્યું હતું. 2013માં અરવિંદ કેજરીવાલે આ સીટ પરથી 25,864 વોટના અંતરથી શીલા દીક્ષિતને હરાવ્યા. 2015માં કેજરીવાલ સામે નુપૂર શર્મા હતી, જેને 31,583 વોટથી હરાવ્યા હતા.

READ ALSO

Related posts

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah

મોટા સમાચાર: પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું

Pravin Makwana

દિલ્હી હાઈકોર્ટનું તારણ: દિલ્હીમાં જે હિંસા થઈ તે અચાનક નહોતી પણ પૂર્વયોજીત હતી, આરોપીના જામીન માટે થઈ સુનાવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!