GSTV
India News ટોપ સ્ટોરી

આગનું તાંડવ : 27 મૃતકના પરિવારને 10 લાખ તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, કેજરીવાલે કરી જાહેરાત

પશ્ચિમી દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત એક કોમર્શિયલ ઈમારતમાં ભિષણ આગ લાગી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત નિપજ્યા. ઘટના અંગે રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો હતો. આગની ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગ અને એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી. દિલ્હીમાં લાગેલી આગ મામલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી CM સિસોદિયા ઘટનાસ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.

ગુજરાત

પોલીસે ઈમારતની બારીઓ તોડીને બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઈમારતની બારીઓમાંથી નિકળતા ધુમાડાની વચ્ચે લોકોને જેસીબી મશિનના સહારે નીચે ઉતારવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને દોરડાની મદદથી નીચે ઉતારાયા હતા. આ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 27થી વધારે ગાડીઓની મદદ લેવામાં આવી હતી. તેમ છતાં કલાકોની જહેમત બાદ પણ આ આગ કાબુમાં આવી ન હતી. આ આગકાંડમાં 150 લોકોને બચાવાયા છે જ્યારે 19 લાપતા છે. બિલ્ડિંગના માલિકની અટકાયત; NDRFની પણ મદદ લેવાઈ છે.

ઘાયલોને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે સ્પોટ પર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ હતી. દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી આ ઈમારત એક ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે. જેને ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડે આપવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી. જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર મેન્યુફેંકચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

બોગસ કંપનીઓ ઉભી કરીને જીએસટીની ઇન્પુટ ક્રેડિટ લેવાનું કૌભાંડ પકડાયું: રૂ.36.95 કરોડની કરચોરી પકડાઇ

Vushank Shukla

VIDEO: અમેરિકાના પ્લેનની સામે આવ્યું ચીનનું ફાઈટર જેટ, કોકપિટના કેમેરામાંથી રેકોર્ડ થયો સનસનાટી મચાવનારો વીડિયો

Vushank Shukla

મહારાષ્ટ્રમાં હવે આ જિલ્લાનું નામ પણ બદલાશે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત

Hardik Hingu
GSTV