દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી વીકે સક્સેના વચ્ચે તકરાર ઓછી થઈ રહી નથી. મુદ્દા જુદા હોય છે પરંતુ બંને વારંવાર આરોપ-પ્રત્યારોપ કરતા રહે છે. હવે સીએમ અરવિંદ કેજરીવાલે એલજી વીકે સક્સેના પર ટિપ્પણી છે. સીએમ કેજરીવાલે કહ્યુ કે વીકે સક્સેના મને ખૂબ ઠપકો આપે છે, તેમણે થોડુ ચિલ કરવુ જોઈએ.

એલજી પર સીએમ કેજરીવાલની ટિપ્પણી
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યુ છેકે એલજી સાહેબ દરરોજ મને જેટલો ઠપકો આપે છે એટલો તો મારી પત્ની પણ મને ઠપકો આપતી નથી. છેલ્લા છ મહિનામાં એલજી સાહેબે મને જેટલી વાર લવ લેટર લખ્યા છે. એટલા તો મારી જિંદગીમાં મારી પત્નીએ મને લખ્યા નથી. LG સાહેબ થોડુ ચિલ કરો અને તમારા સુપર બોસને પણ કહો, થોડુ ચિલ કરે.
સીએમ કેજરીવાલે નામ લીધા વિના એલજી વીકે સક્સેનાની સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યુ છે. તેઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે પીએમ મોદીના ઈશારા પર જ એલજી વીકે સક્સેના કામ કરી રહ્યા છે અને આપ સરકારના કામમાં અડચણો ઉભી કરી રહ્યા છે.

સીએમ કેજરીવાલની આ ટ્વીટ પર ભાજપે પણ પલટવાર કર્યો છે. મનોજ તિવારીએ લખ્યુ તમારી આવી ભાષા તમારુ માનસિક સ્તર દર્શાવે છે. 7 વર્ષમાં એક પણ વિભાગ સંભાળ્યો નહીં, એક પણ ફાઈલ સાઈન ના કરી, આજ સુધી તમારો રસ માત્ર લૂંટ અને ખોટામાં છે જે હવે આ નિમ્ન સ્તરે આવી ગયો છે.
Also Read
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ
- સુરત/ પુણા ગામમાં DGVCLની બંધ પડેલી હાઈટેન્શન લાઈનનો ટાવર ધરાશાયી થતાં અફડાતફડી મચી