GSTV
Gujarat Government Advertisement

લોકડાઉન પર કેજરીવાલનું મહત્વનું નિવેદન, ‘મહામારી વિકરાળ થઈ નથી, પણ લોકડાઉ તો…’

Corona

Last Updated on April 19, 2020 by Mayur

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયે તેમણે કહ્યું કે, લોકડાઉનના કારણે દેશમાં હજું પણ મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ નથી કરી શકી. સાથે જ તેમણે કહ્યું કે, અમે પણ ઈચ્છીએ છીએ કે હવે લોકડાઉન ખોલી નાખવામાં આવે પણ એવું કરી નથી શકતા. હાલ તો દિલ્હીમાં લોકડાઉનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી આપવામાં આવી. એક અઠવાડિયા બાદ અમે ફરી તપાસ કરીશું કે શું કરવાનું છે.

લોકડાઉન પર ઢીલું વલણ નહીં

લોકડાઉન પર ઢીલું વલણ અપનાવવાની વાત પર સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીવાસીઓના જીવનનું ધ્યાન રાખતા અમે નિર્ણય લીધો છે કે લોકડાઉનની શરતોમાં કોઈ નરમ વલણ અપનાવવામાં નહીં આવે. એક અઠવાડિયા પછી ફરી જાણકારો સાથે બેઠક કરી આગળ શું નિર્ણય કરવો તે અંગે અમે વિચારીશું. અને જરૂર પડી તો ઢીલું વલણ અપનાવશું.

11 જિલ્લા હોટ સ્પોટ ઘોષિત

કેજરીવાલે એ પણ કહ્યું કે, જે હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ જોન છે એમાં છૂટછાટ નહીં આપવામાં આવે. દિલ્હીમાં આવા અગિયાર જિલ્લા છે. અને 11 જિલ્લાઓ હોટ સ્પોટ વિસ્તારમાં આવે છે.

સ્થિતિ નિયંત્રણમાં

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજની તારીખમાં દિલ્હીમાં 77 કન્ટેનમેન્ટ જોન છે. દિલ્હીમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. પણ હજુ સ્થિતિ નિયંત્રણથી બહાર નથી. આજે દિલ્હીમાં 1,893 કેસ છે જેમાં 26 ICUમાં છે અને 6 વેન્ટિલેટર પર છે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં સમગ્ર દેશની 2 ટકા જનસંખ્યા રહે છે. પણ સમગ્ર દેશમાં કોરોનાના જેટલા પણ કેસ આવ્યા છે તેમાંથી 12 ટકા દિલ્હીના છે. સૌથી વધારે માર દિલ્હીને સહન કરવાનો વારો આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કાસ્ટીંગ કાઉચ: મિનિષા લાંબાએ બોલિવૂડ ઈંડસ્ટ્રીઝ પર લગાવ્યા એવા ગંભીર આરોપ કે તમને વિશ્વાસ પણ નહીં આવે

Pravin Makwana

ઑફર/ સસ્તામાં દમદાર Smart TV ખરીદવાનો મોકો, રિયલમીથી લઇને સેમસંગ અને વનપ્લસ સુધીના છે ઓપ્શન

Bansari

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!