GSTV

ગુજરાતમાં ‘આપ’ની એન્ટ્રી : સુરતમાં શાનદાર જીત બાદ કેજરીવાલ કરશે રોડ શૉ, આપની રૂરલમાં નવા સમીકરણોની ગણતરી

Last Updated on February 23, 2021 by Pravin Makwana

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરીને સફળતા મેળવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારૂ પ્રદર્શન કરતા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય સફળતા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતું. સુરતમાં અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. અને સુરતની જનતાનો આભાર વ્યક્ત કરશે. 26 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે

ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાત હવે જૂની થવા જઇ રહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઓફિશિયલ રીતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ગઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને સુરતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે અને તેઓ રોડ શો કરવા સુરત આવશે. સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપે જીત મેળવી પરંતુ આમ આદમી પાર્ટીએ સુરતમાં ખાતું ખોલાવતા 27થી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે.

આપે પ્રથમ વખત સુરતમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. હાલની સ્થિતિમાં આપ વિરોધ પક્ષમાં બેસી સત્તા પક્ષને હંફાવવા એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત રાજકારણમાં એન્ટ્રી લેનાર આપે સુરતમાંથી પોતાના શ્રી ગણેશ કર્યા છે. સુરતમાં ભાજપ પછીથી બીજા નંબરે આમ આદમી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા નંબરે છે. હાલની સ્થિતિ જોતા એવું કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ ભલે સત્તા પક્ષે બેસે પરંતુ વિરોધ પક્ષમાં આપના સભ્યોને સ્થાન ચોક્કસ મળશે.

સૌથી મોટો ઝટકો આજે કોંગ્રેસનો રકાસ અને આપના ઉદયનો છે. આજના પરિણામોએ ગુજરાતના રાજકારણની તાસિર બદલી કાઢી છે. અમદાવામાં ઔવીસીની પાર્ટીની તો સુરતમાં આપની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસની ગુજરાતમાં પડતી શરૂ થઈ હોય તેમ ભારે શરમજનક હાર થઈ છે. હવે સ્થિતિઓ બદલાઈ છે. આવતા રવિવારે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લાપંચાયત અને નગર પાલિકાની ચૂંટણી છે. આ પહેલાં આપ સ્થિતિમાં ફેરફાર કરવા માગે છે. સુરતમાં 26મીએ કેજરીવાલનો રોડ શો યોજી શકે છે. રોડ શો બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફેરફારો થઈ શકે છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે.

ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. 25 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે.

ગુજરાત મહાનગરપાલિકાઓના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. ત્યારે, જે વાતની કોઈને કલ્પના પણ ન હતી તે થયું છે. સુરતથી સૌના આશ્ચર્ય આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. સુરતમાં આમ આદમી પાર્ટીને એક બે નહિ પરંતુ પુરે પુરી 27 બેઠકો પર જીત મેળવી છે.

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત થતાં આપની છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. વોર્ડ નંબર 4માં આપના કુંદનબેન કોઠીયા સહિતના ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે કે વોર્ડ નંબર 16માં વિપુલ મોવલિયા સહિતના ઉમેદવારોની જીત થઇ છે. તો સાથે સાથે, વોર્ડ નંબર 4 પર પણ આપની પેનલનો ભવ્ય વિજય થયો છે. તો, સુરતના વોર્ડ નં 16માં આમ આદમી પાર્ટીની આખીયે પેનલ વિજેતા બની છે.

વોર્ડ નંબર 2, 4, 5, 16 અને17માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ભાજપના સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે. હાલ ભાજપ 58 તો આપ 22માં આગળ છે જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

સુરતમાં કુલ બે સ્થળોએ મત ગણતરીની પ્રકિયા હાથ ધરાઈ છે. જેમાં SVNIT અને સરકારી કોલેજ મજુરા ગેટ ખાતે મત ગણતરી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ બેલેટના મતો અને ત્યારબાદ ઇવીએમથી મતગણતરી કરવામાં આવી.

સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. બંને મતગણતરી કેન્દ્રમાં એસવીએનઆઈટીમાં16 જ્યારે ગાંધી એન્જનિયરિંગમાં14 વોર્ડની મતગણતરી થવાની છે. મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે. બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

દાવ થઈ ગયો/ પતિ સાથે ઝઘડો થયો તો પત્નીએ મિલાવટની પોલ ખોલી નાખી, ખાદ્ય વિભાગને કહ્યું-પતિ બનાવે છે નકલી ઘી

Pravin Makwana

રાજ્યભરમાં તોલમાપ તંત્રના દરોડા, 40 જેટલા મેડીકલ એકમોમાં ગેરરીતી ઝડપાઈ! તંત્રે ફટકાર્યો આકરો દંડ

pratik shah

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!