દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અત્યારે શ્વાસ લેવાનો પણ સમય નથી. તેઓ ગુજરાત અને દિલ્હી વચ્ચે સતત દોડધામ કરી રહ્યા છે એટલું જ નહીં, ગુજરાત અને દિલ્હીની ચૂંટણી માટે એકસાથે પ્રચાર કરી રહ્યા છે. સાથે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળવાની એ તો અલગ જ. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે, તેમની પાસે ભાજપ અને કૉન્ગ્રેસ જેવું વિકસિત માળખું ન હોય. આવા સમયે પણ તેઓ ત્રણ ઘોડે સવારી કરી રહ્યા છે. ગુજરાત અને દિલ્હી બંનેની રેસમાં વિજેતા બનવાની મહત્ત્વાકાંક્ષા સેવી રહ્યા છે.

દિલ્હીની ચૂંટણીમાં તેમણે ઉપરાજ્યપાલનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેવી રીતે ભાજપ ઉપરાજ્યપાલને હાથો બનાવીને તેમને પજવી રહી છે તેની ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે, ભાજપના નેતાઓએ મારું કામ રોકવા માટે ઉપરાજ્યપાલને બેસાડ્યા છે. તેઓ દિલ્હીનું વિકાસકાર્ય રોકવા માગે છે. મહેરબાની કરીને દિલ્હીનો વિકાસ અવરોધનારા લોકોને ચૂંટતા નહીં.
કેજરીવાલનું આ વિક્ટિમ કાર્ડ કેવુંક સફળ થાય છે તે જોવાનું રહે છે.
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ