દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે સુરતમાં પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે જો ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનશે,તો 31મી જાન્યુઆરી પહેલા જૂની પેન્શન સ્કીમ લાગુ કરી દેશે.

સુરતમાં પત્રકાર પરિષદ દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે હું લેખિતમાં આપું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તેમણે કહ્યું હતું કે ભાજપ પુરી રીતે બોખલાઈ ગઈ છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે કોંગ્રેસને વોટર્સ શોધવાથી પણ મળી રહ્યાં નથી .સમગ્ર ગુજરાત બદલાવ ઈચ્છી રહ્યું છે.પંજાબમાં ભવિષ્યવાણી કરી હતી. હું આજે ગુજરાતની ભવિષ્યવાણી કરી રહ્યો છું અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ગુજરાતના જેટલા પણ સરકારી કર્મચારીઓ છે તેને હું કહેવા માગું છું કે તમે સચિવાલાય નો ઘેરાવ કર્યો હતો અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં માંગ કરી હતી. જો રાજ્યમાં આપની સરકાર બનશે તો 31મી જાન્યુઆરી સુધી જૂની પેન્શન યોજના લાગુ કરશે.
આ સિવાય કેજરીવાલે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ,પોલીસ ,સ્ટેટ ટ્રાન્સપોર્ટ ,આંગણવાડી અને હેલ્થ વર્કરોની ગ્રેડ-પે ની માંગ છે,જે તમામ કર્મીઓને હું આશ્વાસન આપું છું કે તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે
Also Read
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું